જોકોવિચ અને ઓસાકા અપસેટનો શિકાર

ઇન્ડિયન્સ વેલ્સ, તા. 13 : ઇન્ડિયન્સ વેલ્સ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ગઇકાલનો દિવસ ટોચના ક્રમાંકિત ખેલાડીઓ માટે સારો રહ્યો ન હતો. બંને વિભાગના વિશ્વ નંબર વન ખેલાડી સર્બિયાનો નોવાક જોકોવિચ અને જાપાનની નાઓમી ઓસાકા અપસેટનો શિકાર બનીને ટૂર્નામેન્ટની બહાર થઇ ગયા હતા. જોકોવિચ અને ફિલિપ કોલશ્રેબર વચ્ચેની ત્રીજી રાઉન્ડની મેચ વરસાદને લીધે અટકી ગઈ હતી. આ પછી આ મેચમાં જર્મનીના બિનક્રમાંકિત ખેલાડીઓઁ જોકોવિચને આંચકો આપીને 6-4 અને 6-4થી હાર આપી હતી. આથી પાંચ વખતનો વિજેતા જોકોવિચ બહાર થઇ ગયો હતો. જ્યારે મહિલા વિભાગમાં નંબર વન જાપાનની ઓસાકાને ચોથા રાઉન્ડમાં બેલિંડા બેનસિચે 6-3 અને 6-1થી સજ્જડ હાર આપી હતી. ઓસાકા ગત વર્ષે ઇન્ડિન્સ વેલ્સમાં ચેમ્પિયન બની હતી. નંબર બે સિમોના હાલેપ પણ ચોથા રાઉન્ડમાં માર્કેટ વોન્દ્રોસોવ સામે હારી હતી. બીજી તરફ, અનુભવી વિનસ વિલિયમ્સ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઇ છે.  તેણીએ મોના બાર્થેલ સામે 6-4 અને 6-4થી જીત મેળવી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer