અંજારની 95 હજારની ચોરીના કેસમાં આગોતરા નામંજૂર કરાયા

અંજાર, તા. 13 : આ શહેરમાં દુકાનમાંથી રૂા. 95 હજારની ચોરી થવાના મામલામાં આગોતરા જામીનની માગણી કરનારા આરોપી સાગર ઘનશ્યામ દંતાણીની આ માગણી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. આ કેસમાં વિમલ ચંદ્રકાંત મહેતાએ અંજાર પોલીસ મથકમાં તેમની ભાગીદારો સાથેની શ્રીજી એસ્ટેટ બ્રોકર નામની કચેરીમાંથી આ ચોરી થવા બાબતે ફરિયાદ લખાવી હતી. જે કેસમાં આરોપી સાગર દંતાણીએ આગોતરા માગ્યા હતા. આ બાબતે અધિક સેશન્સ જજ સમક્ષ સુનાવણી થઇ હતી, જેના અંતે અરજી નામંજૂર કરતો હુકમ કરાયો હતો. આ સુનાવણીમાં સરકાર વતી મદદનીશ સરકારી વકીલ ડી.બી. જોગી તથા ફરિયાદ પક્ષ વતી વકીલ તરીકે મહમદઇકબાલ એ. દેદા અને દેવેન સી. પલણ રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer