આદિપુરની બદનામ કરવા અંગેની ફરિયાદમાં આરોપીના જામીન નકારાયા

ગાંધીધામ, તા. 13 : સંકુલના જાગૃત નાગરિક મનાતા વેપારીએ બદનામ કરવાની કરેલી ફરિયાદના બનાવમાં તહોમતદારે આગોતરાની અરજી કરતાં કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. આદિપુરના રવીન્દ્ર સબરવાલે સુભાષચંદ્ર જમુનાપ્રસાદ સ્વામી વિરુદ્ધ આદિપુર પોલીસ મથકે જુદી-જુદી કલમો તળે ગુનો નોંધાવ્યો હતો. આ અંગે તહોમતદારે કોર્ટમાં આગોતરા જામીન લેવા માટે અરજી કરી હતી, જેમાં બંને પક્ષને સાંભળી ન્યાયાધીશ ડી. આર. ભટ્ટે આ તહોમતદારની અરજી ફગાવી દઇ?તેના આગોતરા જામીન નકારી દીધા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer