અંજાર યોગેશ્વર ચોકડી ભારે વાહનો માટે પ્રતિબંધિત ઘોષિત કરવા માંગ

અંજાર, તા. 13 : પૂર્વ કચ્છના વડામથક અંજાર શહેરના લોકોના જીવન ભયમુક્ત બનાવવા અને બચાવવા યોગેશ્વર ચોકડીએ જીવલેણ સહિતના થતાં અકસ્માતો નિવારવા ભારે વાહનો પ્રતિબંધિત ઘોષિત સત્વરે કરવા આખરી જાહેરનામું બહાર પાડવા અંજાર વિકાસ સમિતિએ સંબંધિતો સમક્ષ માંગ ઉઠાવી છે. આ અંગે અંજાર વિકાસ સમિતિની સાથે વિવિધ સંસ્થાઓ - સમાજો, જાગૃત અગ્રેસરો, સેવાર્થીઓએ વખતોવખત સંબંધિતો સમક્ષ રજૂઆતો કરી હતી.તેમજ પ્રાણપ્રશ્ને અંજારના ધારાસભ્ય - રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે પણ સહકારી થવા ભલામણ કરી છે. આ અંગે કચ્છ કલેક્ટર, જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રાથમિક જાહેરનામું પૂર્વ વિભાગ અંજારના નાયબ કલેક્ટર, પૂર્વ કચ્છના પોલીસ અધીક્ષકના અભિપ્રાયે બહાર પાડવામાં આવેલું, જેની મુદ્દત પૂરી થઈ ગઈ હોતાં આખરી જાહેરનામું વિના વિલંબે બહાર પાડવા અંજાર વિકાસ સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ કોટક સાથે જિતેન્દ્રભાઈ ચોટારા સહ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer