ચૂંટણી દરમ્યાન પરવાનાવાળા હથિયાર રાખવા નહીં : અધિકારીઓને સત્તા અપાઇ

ભુજ, તા. 13 : લોકસભાની સામાન્ય ચૂંટણી-2019ની જાહેરાત થવાની સાથે જ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તેમજ મતદારો પોતાના મતનો ઉપયોગ મુક્ત અને નિર્ભય રીતે કરી શકે તે માટે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં થાય અને કોઇ વિક્ષેપો ઊભા ન થાય તે માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જાહેર સુલેહ શાંતિનો ભંગ અટકાવવાની કલમ 144 મુજબ પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામા તળે કોઇપણ ઇસમે પોતાના પરવાનાવાળા હથિયાર સાથે રાખવા નહીં તેમજ તે લઇને બહાર નીકળવું કે ફરવું નહીં. ઉપરાંત દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાઠી, લાકડી અથવા શારીરિક ઇજા પહોંચાડવામાં ઉપયોગ થઇ?શકે તેવી બીજી કોઇ?ચીજો કે વસ્તુઓ સાથે લઇ?ઘર બહાર નીકળવું કે ફરવું નહીં. બીજીબાજુ ચૂંટણીની કાર્યવાહી માટે મેજિસ્ટેરિયલ પાવર ન ધરાવતા હોય તેવા અધિકારીઓને મેજિસ્ટેરિયલ પાવર આપવાના હેતુથી કચ્છ કલેક્ટર દ્વારા ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીઓ, મદદનીશ?ચૂંટણી અધિકારી, ઝોનલ ઓફિસર, નોડલ ઓફિસર, ફ્લાઇંગ સ્ક્વોર્ડ તથા સ્ટેટિક સર્વેલન્સ ટીમમાં નિયુક્ત તથા જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીની કામગીરી માટે નિયુક્ત કરવા જણાય તે નિયુક્ત કરવામાં આવે તેવા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેમની જે વિસ્તાર અને નિશ્ચિત સમયગાળા માટે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ કલમ મુજબ અધિકારો આપવામાં આવે છે. આ અધિકારો લોકસભા સામાન્ય ચૂંટણી-2019ની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધીના સમયગાળા માટે ભોગવવા અધિકાર  એનાયત  કરવામાં  આવ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer