કચ્છનો આતંકીઓ પ્રત્યેનો રોષ વધુ ને વધુ ભભૂક્યો...

કચ્છનો આતંકીઓ પ્રત્યેનો રોષ વધુ ને વધુ ભભૂક્યો...
ભુજ, તા. 16 : એક રેલી કે સભા કે જાહેર કાર્યક્રમ કરનારા રાજકારણીઓને સુપેરે ખબર હશે કે શ્રોતાઓ, લોકો કેમ કરીને એકત્ર કરવા ? પણ જ્યારે એક લોકજુવાળ જાગ્યો હોય અને વ્યક્તિ વ્યક્તિએ અંતરમાં લોહી ઊકળતું હોય ત્યારે લોકોને કેમ એકત્ર કરવા એ પ્રશ્ન જ રહેતો નથી, 14મી ફેબ્રુઆરીએ ગુરુવારે કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર અધમ કૃત્ય સમો આતંકી હુમલો થયો અને આજે ઘટનાના ત્રીજા દિવસે પણ કચ્છનો આતંકીઓ પરનો આતંકને આશરો આપનારા પાકિસ્તાન તરફનો રોષ શમવાને બદલે વધુ ને વધુ ભભૂકતો જાય છે અને ગામેગામ શહીદોને શ્રદ્ધાંજલિ અને આતંકી તત્ત્વોને લાત મારવાના કાર્યક્રમોનું આયોજન કોઈ પણ નેતાગીરી વગર સ્વયંભૂ જ થઈ રહ્યાં છે, રાષ્ટ્રભક્તિ અને શહીદો પરત્વે સન્માનનું એક મોજું શહેરો, ગામડાં, કશ્બા, વાંઢમાં ફરી વળ્યું છે. સરહદી જિલ્લાની દૃષ્ટિએ પણ આ હુંકાર અને રાષ્ટ્રવાદનો ધ્વજ જેટલો ઊંચે ફરકશે એટલો આવકાર્ય છે. ભુજના માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે પ્રાર્થનાસભામાં ટ્રસ્ટી મધુભાઈ સંઘવી તથા નિયામક નલિનીબેન શાહે શહીદોની શહાદતને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રા. આચાર્યા પંકજબેન રામાણી અને મા.વિ. ઈન. આચાર્યા સુહાસબેન તન્નાએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. સંગીતાબેન જોષીએ `મંગલ મંદિર ખોલો' પ્રાર્થના અને મહામૃત્યુંજય મંત્રનો પાઠ કર્યો હતો. સ્ટાફ અને વિદ્યાર્થીઓએ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. ભુજની એકલો જાને રે સંસ્થાના મગનભાઈ ઠક્કરના સાંનિધ્યમાં શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ભુજોડી (વર્ધમાનનગર) જૈન સુપર સેડ ગ્રુપે ભુજોડીના રહેવાસીઓએ કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમાં પચ્ચીસ હજાર રાહતફંડ ભેગું થયું હતું. ભુજ-વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ?વિભાગના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી જણાવ્યું હતું કે, હવે પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવો જોઈએ. તેમણે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. મુસ્લિમ એજ્યુકેશન ઉ.મા. શાળામાં સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ બે મિનિટનું મૌન પાળીને શહીદ જવાનોના બલિદાનને યાદ કર્યા હતા. આચાર્ય જુસબખાન ટાંકે વિદ્યાર્થીઓને દેશભક્તિ તેમજ દેશ પ્રત્યેની વફાદારીનું મહત્ત્વ સમજાવ્યું હતું. મ.શિ. મૌલાના મુસ્તાક હિંગોરા, સમા મહંમદ ફારૂક અને સરકી મુસ્તફા એચ. તથા શાળાના ટ્રસ્ટી મંડળે પણ સંદેશ મોકલીને જવાનોને અંજલિ આપી હતી. માધાપર (તા. ભુજ) : ઓધવબાગ-1ના રહેવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સૌએ દેશ ઉપર આવી પડેલી આફતમાં સાથે હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો, તેવું પ્રમુખ પરબતભાઈ પટેલ, નિર્મલ એ. પટેલે જણાવ્યું હતું. માધાપરની મોમ્સ સ્કૂલના આચાર્ય ગીતાબેન સોનીએ શ્રદ્ધાંજલિ આપી હતી. ડાયરેકટર મીનાબેન દાવડા, વૈભવભાઈ દાવડાએ શહીદી માટે શોક સંદેશો પાઠવ્યો હતો. મુસ્લિમ રાષ્ટ્ર મંચના રાષ્ટ્રીય સહસંયોજક (શિક્ષા પ્રકોષ્ટ) મીરખાન પી. મુતવા-નદવીએ હુમલામાં માર્યા ગયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી આ કૃત્યનો સખત બદલો લેવા જણાવ્યું હતું.  ખાવડા : પ્રમુખ સ્વામીનગર સ્થિત રામદરબાર ખાતે શાંતિ પ્રદાન માટે પ્રાર્થના કરી આવા જઘન્ય કૃત્ય અટકાવવા નક્કર કાર્યવાહી થાય તેવું સૌ ઈચ્છતા હોવાનું દત્ત મંદિર સમિતિ કાળા ડુંગરના પ્રમુખ હીરાલાલ રાજદેએ  જણાવ્યું હતું. નખત્રાણાએ આખો દિવસ બંધ પાળ્યો હતો ચેમ્બર્સ ઓફ?કોમર્સ, વેપારી મંડળની અપીલને પગલે નગરે સ્વેચ્છાએ બંધ ?પાળ્યો હતો. આરામગૃહ પાસે મોટી સંખ્યામાં લોકો એકત્રિત?થયા હતા. બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. શહીદો અમર રહો, ભારત માતા કી જય સાથે રેલી નીકળી હતી અને પ્રાંત કચેરીએ પહોંચી આવેદનપત્ર?આપ્યું હતું. આ રેલીમાં નગરના તમામ સમાજના લોકો, અગ્રણીઓ, ધરતીપુત્રો, મુસ્લિમ સમાજ, વેપારીઓ જોડાયા હતા. આવેદનમાં ઘટનાને વખોડી પાકિસ્તાનને મર્દાનગીથી વળતા જવાબ આપવાની માંગ સાથે આતંકવાદીઓને પાળતા-પોષતા તત્ત્વોનો પણ? ખાત્મો બોલાવવાની માંગ કરવામાં આવી છે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ચેમ્બર્સના રાજેશભાઇ?પલણ, વેપારી મંડળના પ્રમુખ?હીરાલાલભાઇ સોની, ઉપેન્દ્રભાઇ કંસારા, લાલજીભાઇ?રામાણી, મધુકાંતભાઇ તિવારી, કાનજી કાપડી, નીતિન ઠક્કર, રેંકડી-કેબિન એસો.ના પ્રમુખ રાજેશભાઇ જોષી, જીતુભા જાડેજા, ભા. કિસાન સંઘના પ્રમુખ શિવદાસભાઇ?કેશરાણી, મુસ્લિમ સમાજના હાજી અનવર ચાકી, મામદભાઇ?ખત્રી, હાજી હારૂન લુહાર, ઇશાક કુંભાર સહિત નગરના તમામ સમાજના લોકો સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.મુંદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૈન્યમાં ફરજ નિવૃત્ત થયેલા ભદ્રેશ્વરના પૃથ્વીરાજસિંહ જાડેજાએ અનુભવ રજૂ કરતાં જણાવ્યું કે, પાકિસ્તાનના આતંકવાદીઓને જમ્મુ-કાશ્મીરમાં ખૂબ જ સહયોગ મળી રહ્યો છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ જત, કિશોરસિંહ પરમાર, ઇમ્તિયાઝ, લખુરામભાઇ ગોરડિયા, દામજીભાઇ સોધમ, હવાબાઇ વિગેરેએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. દેશ માટે અમે સાથે જ રહેશું તેવી ખાતરી અપાઇ હતી. નરેન્દ્રસિંહ પરમાર (લાલો), નાનજી મહેશ્વરી, બાબુભાઇ?સોધમ, દિલીપભાઇ ગોર, ઇમરાન મેમણ, કાનજી સોંધરા, અદ્રેમાન તુર્ક, આઇ. પી. જાડેજા સહિતનાએ ઉપસ્થિત રહી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. સંચાલન મુકેશ?ગોરે કર્યું હતું. જ્યારે તાલુકાના ભોપાવાંઢ ગામે શ્રદ્ધાંજલિ સભામાં સોમાભાઇ?રબારી, વંકાભાઇ રબારી, આશાભાઇ?રબારી, પચાણ હમીર વગેરે પંચાયતના હોદ્દેદારો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
નવી દુધઇ (તા. અંજાર)?: બપોર પછી કામ-ધંધા બંધ રાખીને આ વીરાંજલિમાં ગામના દરેક સમાજના લોકો જોડાયા હતા. નાગનાથ?આશ્રમના મહંત પ્રતાપ મહારાજ, મમુશાપીરના મુજાવર હુસેનશા બાપુ, રાષ્ટ્રીય સ્વાભિમાન સંસ્થાના ડાયરેક્ટર બીજેન્દ્રસિંગ, ઉપસરપંચ ધીરજભાઇ, હરિૐ ગ્રુપ, ગણેશ યુવક મંડળ વગેરેએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.ગઢશીશામાં એક લાખથી વધારે રકમ એકત્ર?કરાઇ હતી બપોર બાદ સ્વયંભૂ ધંધા બંધ પાળી વથાણ ચોકમાં શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને શહીદોના પરિવારજનો માટે હિન્દુ-મુસ્લિમ તમામ સમાજના લોકોએ આર્થિક સહયોગ આપ્યો હતો. ઇ. પી.આઇ. એચ.એચ. જાડેજા, જિ.પં. સભ્ય નરેશભાઇ મહેશ્વરી, રાજુભાઇ ગોસ્વામી, અબ્દુલભાઇ?રાયમા, ગનીભાઇ?ગફુરભાઇ મેમણ, રઝાક રાયમા, બાબુભાઇ?છાભૈયા, રમેશભાઇ?ખત્રી, સોહિતભાઇ?દેઢિયા, શૈલેશ પંડયા, ગૌરાંગ આચાર્ય, મોહનસિંહ વાઘેલા, નાનજીભાઇ?આંઠુ, તા.પં.ના વીનેશ?ગોસ્વામી, પ્રવીણભાઇ?ઉકાણી, પી.આઇ. અશોકસિંહ જાડેજા, કાંતિભાઇ રંગાણીએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. પૂ. ચંદુમાએ કુંભમેળામાંથી દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી.માંડવી : સ્વામિનારાયણ મંદિરે સંતો દ્વારા શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. વડીલ સંત સનાતનદાસજી, માધવપ્રસાદદાસજી, કોઠારી સુખદેવસ્વરૂપદાસજી, શા. સૂર્યપ્રકાશદાસજી સહિત સંતોએ આ હિચકારા હુમલાને વખોડી જણાવ્યું કે, વીર શહીદ જવાનોના પરિવારોને સાંત્વના મળે તેવા પગલાં સરકારે લેવા જોઈએ. હરિભક્તો જોડાયા હતા. નલિયા : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કેશવ સરસ્વતી વિદ્યામંદિરે શ્રદ્ધાંજલિ સભામાં માણેકભાઈ ગઢવી (મરીન કમાન્ડો), નરેન્દ્રભાઈ સુથાર, વીરભદ્રસિંહ જાડેજા, અજયસિંહ, હરેશ કસભી, ખેતશી માસ્તર, સ્વરૂપસિંહ જાડેજા વગેરેએ શ્રદ્ધાંજલિ અર્પી હતી. નલિયાના વેપારીઓએ અડધો દિવસ કામકાજ બંધ રાખ્યા હતા. સંચાલન ભરત જોષી અને આભારવિધિ નીતિન દરજીએ કર્યા હતા. વેપારી એસો.ના પ્રમુખ હકૂમતસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, હિંમતસિંહ, અરજણભાઈ ભાનુશાલી, ઈસ્માઈલ ખત્રી, નૂરમામદભાઈ, જેન્તીભાઈ દરજી, લહેરી સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અબડાસા ભાજપ દ્વારા રેલી યોજી સૂત્રોચ્ચાર કરાયા હતા. શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. તા. ભાજપ પ્રમુખ ઉમરશી ભાનુશાલી, મૂળરાજ ગઢવી, અલ્લાના સુમરા, મહાવીરસિંહ જાડેજા, વાલજીભાઈ ભાનુશાલી વગેરે જોડાયા હતા. વિથોણ (તા. નખત્રાણા) : શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ગ્રામ પંચાયત અને વેપારી એસો.ના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સરપંચ બચુભાઈ નાયાણી, વેપારી પ્રમુખ દિનેશભાઈ રૂડાણી, મંત્રી રાજેશ શાહ, વીરસેન શાહ, કાંતિભાઈ પદમાણી, શાંતિલાલ લીંબાણી, ધીરજ ભગત, સતાર ચાકી, રબારી સમાજના અગ્રણી, મહિલા આગેવાન હેમલતા રૂડાણી, હરિભાઈ, અમૃતભાઈ, ગામના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રૂા. 1.51 લાખનો ફાળો એકત્રિત કર્યો હતો. ટ્રાન્સપોર્ટનગરી તરીકે ઓળખાતા દેવપર ગામે પણ દોઢ લાખનો ફાળો શહીદોના પરિવારજનો માટે એકત્રિત કર્યો છે. વિથોણ પંથકના ગામેગામ શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા હતા અને શહીદ પરિવારો માટે રકમ એકત્રિત કરવામાં આવી છે. માતાના મઢના વેપારીઓએ દુકાનો બંધ રાખી પાંખી પાળી હતી. દેશદેવી મા આશાપુરાજીના મંદિરનાં પટાંગણમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વીર શહીદ જવાનોને કેન્ડલ પ્રજ્વલિત કરી બે મિનિટનું મૌન પાળી અંજલિ અપાઈ હતી. રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ નમ આંખોથી મા આશાપુરા પાસે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને ઘાયલ થયેલા જવાનો જલ્દી સાજા થાય તેવી કામના કરી હતી. સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, કોટડા-મઢના સરપંચ આધમ રાયમા, કાસમભાઈ કુંભાર, મંગલસિંહ સોઢા, રમેશભાઈ જોષી, હાજી રમજુ લંઘા, થાવર ખીમા, ગોપાલ ખોખર, સચિન કાપડી, મયૂરસિંહ જાડેજા, ગજુભા ચૌહાણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામલોકો હાજર રહ્યા હતા. વર્માનગર (તા. લખપત)માં ગ્રામજનોએ પુલવામામાં શહીદ થનારાઓને મેઈન ગેટ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી અંજલિ આપી હતી. રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પરિવાર અને રાપર મામલતદાર કચેરીના સ્ટાફે શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રમુખ હરખીબેન વાઘાણી, ઉપપ્રમુખ હમીરજી સોઢા, ટીડીઓ એ.બી. પરમાર, ડી.જે. ચાવડા, એચ.ડી. પરમાર, વિરોધપક્ષના નેતા ભાવનાબેન ઠાકોર, તા. ભાજપ પ્રમુખ ડોલરરાય ગોર, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, જિ.પં.ના સદસ્ય કરસનભાઈ મંજેરી, એલ.એલ. ચાંડેરા, શંકરદાન ગઢવી, હુસેન જીએજા વગેરેએ શ્રદ્ધાંજલિ આપી હતી. પંચાયત પરિવાર દ્વારા એકાવન હજાર અપાયા હતા. મુલુંડ : વીર જશરાજદાદા મંડળ : અમર જવાન છબી સમીપ મીણબત્તી પ્રગટાવી બે મિનિટનું મૌન પાળી મહામૃત્યુંજયના મંત્રોચ્ચાર સાથે ફૂલ પાંખડી અર્પણ કરી મશાલ પ્રગટાવી શહીદો અમર રહે એ સૂત્રોચ્ચાર સાથે ભાવભરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. પ્રમુખ જગજીવનભાઈ તન્ના, ઉપપ્રમુખો અરુણભાઈ ભીંડે, હીરાલાલ મૃગ, મહામંત્રી લાલજીભાઈ, બિપિનભાઈ પંચાલ, મનીષ જોશી, ભારતીબેન આઈયાએ શ્રદ્ધાંજલિ આપી હતી. ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષકોની મૌન રેલી જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા શનિવારે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા ભુજના ટાઉનહોલ પાસે આવેલા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી મૌન રેલીનું આયોજન કરાયું હતું. જે રેલી મહાદેવ ગેટ ખાતે પેન્શન ઓટલા પાસે પૂર્ણ થઈ હતી. આ રેલી બાદ યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, તા. પ્રા. શિ. મહેશભાઈ પરમાર, બી.આર.સી. હરિભા, રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, ભૂપેશ ગોસ્વામી, ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સંઘના આદેશ મુજબ જિલ્લાના 8 હજાર શિક્ષકો દ્વારા શહીદોના પરિવાર માટે અંદાજે 21 લાખથી વધુ રકમ એકત્ર કરવાનો નિર્ણય લેવાયો હતો. ઘનશ્યામસિંહ જાડેજા, જીતુભાઈ ઠક્કર, અનિરુદ્ધસિંહ જાડેજા, ઊર્મિલાબેન નાકર, ઉર્વશીબેન વેકરિયા, આશાબેન વગેરેએ સહયોગ આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer