ગાંધીધામમાં ગુંજ્યો પાકિસ્તાન મુર્દાબાદનો નારો

ગાંધીધામમાં ગુંજ્યો પાકિસ્તાન મુર્દાબાદનો નારો
ગાંધીધામ, તા. 16 : જમ્મુ- કાશ્મીરના પુલવામા પાસેથી એકાએક સી.આર.પી.એફ.ની બસો ઉપર થયેલા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા  હતા. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટીઝ દ્વારા શહીદ થયેલા આ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ  ચેમ્બરની ટહેલના પગલે વિવિધ સંસ્થાઓ અને લોકોએ શહીદ  જવાનોના પરિવારજનો માટે રૂા. 85 લાખ જેટલું ફંડ એકત્રિત કર્યું હતું.  ગાંધીધામના ઝંડાચોકમાં આજે શહાદત વહોરી લેનારા   જવાનોને લોકોએ ગમગીનીભરી અંજલિ આપી હતી. વખતોવખત દેશને નિશાન બનાવનાર આતંકીઓને જડબાતોડ જવાબ  આપવાની લાગણી અને રોષ સાથે કાર્યક્રમમાં પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ પણ  લોકોએ ઉચ્ચાર્યા હતા. આ વેળાએ ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શાબ્દિક અંજલિ આપી હતી. ગાંધીધામ સુધરાઈ પ્રમુખ કાનજીભાઈ ભર્યાએ પણ  પોતાના વક્તવ્યમાં અંજલિ આપી હતી. ગાંધીધામ ચેમ્બરના    પ્રમુખ દિનેશભાઈ ગુપ્તાએ  આતંકીઓના આ પ્રકારના કૃત્યને હીન ગણાવી જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, ચેમ્બરની ટહેલથી રૂા. 85 લાખ જેટલું ફંડ શહીદ જવાનના પરિવારજનોને આપવા માટે એકત્રિત થયું હતું. હજુ પણ ફંડ નોંધણી ચાલી રહી હોવાનું તેઓએ ઉમેર્યું હતું. શહીદોના પરિવારજનોને સહાય આપવા માટે ચેમ્બરની  સંકટ  નિવારણ  સોસાયટીમાં  ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ  ઈન્ડસ્ટ્રીઝે રૂા. 11 લાખ, એક્યુરસી શિપિંગ લિ. એન્ડ સ્ટાફે રૂા. 4.51 લાખ, કિરણ ગ્રુપે રૂા. 2.51 લાખ, કચ્છ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝે રૂા. 2.51 લાખ, બાબુભાઈ હુંબલ (શ્રીરામ ગ્રુપ)એ રૂા. 2.01 લાખ, ગુજરાત ઈફિનેરી સોલ્ટ વેલફેર મેન્યુફેક્ચરર એસો.એ રૂા. 2.01 લાખ, શશિકાંત  જોશી  એન્ડ ફેમિલી માલારા ગ્રુપે રૂા. 1.11 લાખ, કંડલા લિવિડ એન્ડ ટર્મિનલ એસો.એ રૂા. 1.11 લાખ, કંડલા ટિમ્બર એસો.એ 1.11 લાખ, એ.આર.સી લિ.એ 1.11 લાખ, જે.આર. ગ્રુપે 1.01 લાખ, શ્રીરામક્રિષ્ના સેવા ટ્રસ્ટ, મુંદરા કસ્ટમ બ્રોકર એસો., એમ.આર. શાહ ગ્રુપ, રુદ્રાક્ષ ગ્રુપ (રાજેન્દ્ર અગ્રવાલ), અંબાજી ગ્રુપ (મહેશભાઈ પૂંજ), ચંપકલાલ કંપની, ગાયત્રી પેટ્રોલિયમ, ગાંધીધામ કોર્પોરેટિવ બેંકે એક લાખ, વેલજી પી. એન્ડ સન્સ, જાયન્ટ્સ ગ્રુપ, ડો. એચ.વી. કેલા (હરદીપ શિપિંગ લોજિસ્ટિક, સંજય દવે, અખિલ કચ્છ દિગંબર જૈન સમાજ, અશોક રોડવેઝ, ગુરુકુપા ફ્રેઈટ કેરિયર, કંડલા કસ્ટમ હાઉસ એજન્ટ એસો., ઋષિ શિપિંગ, શ્રી બાલાજી ઈમ્પેક્સે એકાવન હજાર આપ્યા હતા. દિવંગતોને શ્રદ્ધાંજલિ આપતા કાર્યક્રમમાં બીએસએફના જવાનોએ પણ  શહીદોને ભાવાંજલિ આપી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer