`મારાથી સંવિધાન...'' ભુજમાં યોજાયો સંવાદ

`મારાથી સંવિધાન...'' ભુજમાં યોજાયો સંવાદ
ભુજ, તા. 16 : હિંસાનો વિરોધ પ્રેમથી કરવા છેલ્લા કેટલાંક વર્ષથી વિશ્વમાં ઝુંબેશની રીતે `વન બિલિયન રાઈઝિંગ' એટલે કે `સો કરોડ લોકોનો ઊભરાતો જુવાળ'ના ભાગરૂપે કચ્છમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા ભુજના રાજેન્દ્ર પાર્કમાં `મારાથી સંવિધાન' એક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.અરુણાબેન જોશીએ આ કાર્યક્રમ નાગરિકોનો છે અને ક.મ.વિ.સં. સૌને એકત્ર કરવા માધ્યમ બન્યું છે. કાર્યક્રમના માધ્યમથી લોકો સંવિધાનને એક માહિતી સ્વરૂપે નહીં પણ સમજથી વર્તનમાં લઈ આવીને ભેદભાવ રહિત વાતાવરણ બનાવવા સ્વથી શરૂઆત કરે એ ઉદ્દેશ્ય સાથે સૌને આવકાર્યા હતા. વન બિલિયન રાઈઝિંગ અને સંવિધાનનો હેતુ કૃતિબેન લહેરુએ સમજાવ્યો હતો.સંવિધાન સાચા અર્થમાં સમજવા ક્વિઝ ગેઈમ ત્રણ ગ્રુપમાં રમાડવામાં આવી હતી. આ ત્રણે ટીમના નામ પણ એકતા, સમાનતા અને સ્વતંત્રતા રાખવામાં આવ્યા હતા. જેમાં કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, વિવિધ મહિલા મંડળ, સ્થાનિક એન.જી.ઓ.ના કાર્યકર સહભાગી થયા હતા. મહિલા મંડળ વિજેતા થયું હતું. તમામ સહભાગીને નગરપાલિકાના મેયર લતાબેન સોલંકી અને રેશ્માબેન ઝવેરી તથા મહિલા મંડળના બહેનો અને સંસ્થાના અભિયાન સેતુના ડાયરેક્ટર મનીષભાઈ આચાર્ય હસ્તે પ્રતીક ભેટ ત્રણેય ટીમને આપવામાં આવી હતી. `મારાથી સંવિધાન'ના મુદ્દે અલ્કાબેન જાની અને લતાબેન સચદે દ્વારા ચિત્રોથી સંવાદ કરાવાયો હતો. જેમાં બંધારણીય મૂળભૂત અધિકારોમાં ત્રી સમાનતા, ત્રી સ્વતંત્રતા અને સમાજમાં લિંગભેદ મુદ્દે વિશેષ ચર્ચા થઈ હતી.કાર્યક્રમનું સમાપન અને આભાર માલશ્રીબેન ગઢવીએ ર્ક્યા હતા. સંચાલન ઉત્કંઠા ધોળકિયાએ કર્યું હતું, જ્યારે રિંકલ દાવડા, અલમાસ મેમણ, ચંદા જોશી, વનિતા શેખા, અન્ય ટીમે જહેમત ઉઠાવી હતી. કચ્છના જાગૃત નાગરિકો સહિત વિવિધ મહિલા મંડળોના પ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સંગઠનો, સમાજના પ્રતિનિધિઓ, કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, સખી વન સ્ટોપ સેન્ટરના પ્રતિનિધિઓ, તેજસ્વી ગ્રુપના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer