કોહલીએ ખેલ સન્માન સમારોહ રદ કર્યો

નવી દિલ્હી, તા. 16 : પુલવામાના ગોઝારા આતંકી હુમલાને પગલે ભારતીય ક્રિકેટરો પણ આઘાતમાં છે. કપ્તાન વિરાટ કોહલીએ હુમલાને પગલે તેના ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભારતીય ખેલ સન્માન સમારોહને હાલ રદ કરી નાખ્યો હતો. બીજી તરફ, પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દર સેહવાગે શહીદોનાં સંતાનોના શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવવાની ઓફર કરી છે. કોહલીએ ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, આર.પી.એસ.જી. ભારતીય ખેલ સન્માનનું આયોજન રદ કરી નાખ્યું છે. પુલવામા હુમલાને પગલે આપણે બધા શોકમાં છીએ, માટે શનિવારે આયોજિત સમારોહ રદ કરીએ છીએ. ભારતીય ખેલ સન્માન માટે ચેતેશ્વર પૂજારા, બોક્સર મેરી કોમ, શટલર પી.વી. સિંધુ સહિતના ખેલાડીઓ નામાંકિત કરાયા હતા.દરમ્યાન,સેહવાગે શહીદોનાં સંતાનોના શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવવા અને એ બાળકોને પોતાની સેહવાગ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવવાની ઓફર કરી છે. તો, સ્ટાર બોક્સર વિજેન્દરસિંહે પોતાની એક મહિનાની આવક શહીદોના ભંડોળમાં આપવાની જાહેરાત કરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer