ભુજ કોર્ટ સકુંલમાં ફરીથી જીવલેણ હુમલા ન બને તેવાં પગલાં લો

ભુજ કોર્ટ સકુંલમાં ફરીથી જીવલેણ હુમલા ન બને તેવાં પગલાં લો
ભુજ, તા. 16 : તાજેતરમાં અહીંની કોર્ટમાં પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી ઉપર થયેલા જીવલેણ હુમલા તેમજ વકીલો પ્રત્યે અસીલો તથા પક્ષકારોના વર્તન અપમાનજનક જોવા મળતા હોવાથી આવા ઘાતક બનાવો ફરીથી ન બને તે માટે આજે ભુજ બાર એસોસિયેશને આવેદનપત્ર પાઠવી માંગ કરી છે. ભુજ બાર એસો. દ્વારા આજે પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, કોર્ટ સંકુલમાં પોલીસ કસ્ટડીમાં આરોપીઓ પર થયેલા જીવલેણ હુમલાના હુમલાખોરોને તાત્કાલિક પકડી ફરી ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે જરૂરી સાવચેતીનાં પગલાં જેમ કે, કોર્ટ સંકુલમાં સીસી ટીવી કેમરા, પૂરતો પોલીસ બંદોબસ્ત, સિકયોરિટી ગાર્ડ તેમજ આઇડેન્ટી કાર્ડ કે જરૂરી ઓળખપત્ર વગર કોર્ટ સંકુલમાં બહારની કોઇ વ્યક્તિ પ્રવેશ ન કરે તે માટે કાર્યવાહી કરવા આવેદપત્રમાં માંગ કરાઇ છે. બાર એસો.ના પ્રમુખ અનિલભાઇ જોશી, સરકારી વકીલ, કલ્પેશ ગોસ્વામી, હેમસિંઘ ચૌધરી સહિતના અનેક ધારાશાત્રીઓએ કોર્ટ સંકુલમાં સાથે મળી રેલી સ્વરૂપે પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષકની કચેરીએ પહોંચી પોલીસવડા એમ.એસ. ભરાડાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer