સ્વ. ગુલાબશંકરભાઈની 47મી પુણ્યતિથિએ કાર્યક્રમો યોજાયા

સ્વ. ગુલાબશંકરભાઈની 47મી પુણ્યતિથિએ કાર્યક્રમો યોજાયા
ભુજ, તા. 16 : પૂર્વ સાંસદ અને ધારાસભ્ય સ્વ. ગુલાબશંકરભાઈ ધોળકિયાની 47મી પુણ્યતિથિ નિમિત્તે અંજલિ આપી પુસ્તકો વિતરણ, સ્પર્ધા અને હારારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભુજ નગરપાલિકા દ્વારા સ્વ. ગુલાબશંકરભાઈની પુણ્યતિથિએ પ્રમુખ લતાબેન સોલંકી દ્વારા હારારોપણ થયું હતું. ચેરમેન ભરતભાઈ રાણા, ભુજ શહેર ભા.જ.પા.ના મહામંત્રી જયંતભાઈ ઠક્કર, ભા.જ.પા. મહિલા મોરચાના મહામંત્રી ગીતાબેન રૂપારેલ, મંત્રી નિશાબેન અંતાણી, ખજાનચી મીનાબેન બોરીચા, દિલીપભાઈ ઠક્કર, નાગર જ્ઞાતિના અગ્રણીઓ, વિનોદભાઈ ગોર, ચંદ્રવદનભાઈ પટ્ટણી, છોટાલાલ પરમાર, કૌશિકભાઈ, હિતેન્દ્રભાઈ ગોરડિયા, સુભાષભાઈ વોરા દ્વારા પણ હારારોપણ થયું હતું. જયંતભાઈ લિંબાચિયા, સ્મિતાબેન શાહ, ઋષિકેશભાઈ સોલંકી, અનિલાભાઈમારૂએ વ્યવસ્થા સંભાળી હતી. સંસ્કૃત પાઠશાળા ખાતે જ્ઞાતિજનો, સમાજસેવકો અને આમનાગરિકોની હાજરીમાં તેમની તસવીરને સૌ કોઈએ ફૂલહાર કર્યા હતા અને વંદના કરી હતી. આ તકે જરૂરિયાતમંદ છાત્રોને સંસ્કૃત, હિન્દી અને ગીતાજીના પુસ્તકો આપવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત બાળકો માટે યોજાયેલી વિવિધ સ્પર્ધાના ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે ગરમ કપડાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્કૃત પાઠશાળામાં સંચાલક વિભાકર અંતાણીએ પ્રસંગ પરિચય આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુધકાંત ત્રિપાઠી, ચંદ્રકાંત શાહ, એન.ડી. બારોટ, કે.કે. મહેશ્વરી, ચમન સોલંકી, યુ.એન. અબડા, દિવાકર વોરા, દક્ષાબેન બારોટ વિગેરે હાજર રહ્યા હતા. સ્વ. ગુલાબશંકરભાઈની પુણ્યતિથિ નિમિત્તે સત્યમ્ના ઉપક્રમે વિવિધ સેવાકાર્યો સાથે ઉજવણી કરાઈ હતી. આ તકે બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્યમ્ના વત્સલા શુક્લ, પુષ્પાબેન સોલંકી, ભરત અંતાણી, વિનોદ ગોર, લોકસેવા ટ્રસ્ટના સંચાલક હિમેન્દ્રભાઈ જણસારી દ્વારા કપડાં અપાયાં હતાં. દરમ્યાન હાથ લંબાવી શકતા નથી, માગી શકતા નથી એવા પરિવારોને ટિફિન પહોંચતા કરવામાં આવ્યા હતા. જેના દાતા જશુબેન પટેલ (ગોરસિયા) રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer