કોમીએકતા, સંગઠન અને ભેદભાવમુક્ત રીતે માનવ અધિકાર સમિતિના સભ્યો કાર્ય કરશે

કોમીએકતા, સંગઠન અને ભેદભાવમુક્ત રીતે માનવ અધિકાર સમિતિના સભ્યો કાર્ય કરશે
મુંદરા, તા. 16 : માનવ અધિકાર સમિતિની એક બેઠક અત્રે મળી હતી. સંસ્થાના જોઇન્ટ સેક્રેટરી નરેન્દ્રકુમાર પુરોહિતે શાબ્દિક સ્વાગત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સમિતિ કચ્છ જિલ્લાના ડાયરેકટર પ્રબોધભાઇ મુનવરનું સન્માન મુંદરાના પ્રમુખ ડી.સી. રાવલે કર્યું હતું. શ્રી મુનવરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, કોમીએકતા, સંગઠન તેમજ ભેદભાવમુક્ત રહીને આપણે સાચી પ્રગતિ કરી શકીશું. ત્યારબાદ મુંદરા નગરનો ટ્રાફિકનો પ્રશ્ન, સ્થાનિક રોજગારી, પશુઓ માટે ઘાસચારો, પેસેન્જર રેલવે સુવિધા મુંદરાથી ગાંધીધામની શરૂ કરવા સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. સાવજસિંહ જાડેજાએ માનવ અધિકારોને વેગ આપવા પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું. હજની યાત્રા કરી આવેલા અબ્દુલ સતારભાઇનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અબ્દુલકાદર, સરપંચ અદ્રેમાનભાઇ તુર્ક, અસલમભાઇ તુર્ક, હુશેનભાઇ તલાટી ઉપસ્થિત રહ્યા હતા. નવા સભ્યોને આવકાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના યજમાન કાદરભાઇ તુર્કનો અને સહયોગ આપનારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer