રાહુલ ગાંધીના હસ્તે કચ્છના યુવા કોંગ્રેસ અગ્રણી સન્માનિત થયા

રાહુલ ગાંધીના હસ્તે કચ્છના યુવા કોંગ્રેસ અગ્રણી સન્માનિત થયા
ભુજ, તા. 16 : તાજેતરમાં વલસાડ (ધરમપુર) ખાતે યોજાયેલી જનઆક્રોશ રેલીમાં સભાને સંબોધન બાદ ભારતીય કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના હસ્તે ગુજરાતના ટોપ-10 શક્તિ પ્રોજેક્ટના આગેવાનોને સન્માનિત કર્યા હતા, જેમાં કચ્છ જિલ્લાના યુવા અગ્રણી પ્રદેશ કોંગ્રેસના મંત્રી રફીકભાઇ મારાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ રફીકભાઇને સન્માનપત્ર?આપી તેમની સારી કામગીરી બદલ પીઠ થપથપાવી કહ્યું કે, `હજુ વધુમાં વધુ લોકો સુધી પહોંચી કોંગ્રેસની વિચારધારા સાથે જોડવાનું કામ કરો'.શ્રી મારાએ રાહુલ ગાંધીને જણાવ્યું કે, અમને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઇ?ચાવડાનો સંપૂર્ણ સહકાર-સહયોગ મળી રહ્યો છે. આથી જ અમારા જેવા નાના કાર્યકરના કામની કદર રૂપે અમને આ રીતે સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કર્યા છે. રફીકભાઇએ આ વેળાએ કોંગ્રેસના કાર્યકરોનો આભાર માન્યો હતો અને કહ્યું કે, એમના સમર્થન થકી તેઓ અહીં સુધી પહોંચ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer