માંડવી જૈન આશ્રમમાં મનોરંજન કાર્યક્રમમાં વયસ્કો હોંશભેર જોડાયા

માંડવી જૈન આશ્રમમાં મનોરંજન કાર્યક્રમમાં વયસ્કો હોંશભેર જોડાયા
માંડવી, તા. 16 : છેલ્લા નવ વર્ષથી જીવદયા, માનવસેવા, શિક્ષણ, મેડિકલ અને અન્ય સેવાકીય ક્ષેત્રે સતત કાર્યરત જૈન સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે માંડવીના જૈન આશ્રમના વયસ્કો સાથે મનોરંજન કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થા પ્રમુખ વી.જી. મહેતાના પ્રમુખસ્થાને  કાર્યક્રમમાં  વયસ્કોએ હોંશે હોંશે ભાગ લીધો હતો. સંસ્થા તરફથી તેમને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે દાતા માતા કુંવરબેન છગનલાલ દોશી રવ (તા. રાપર) હાલે થાણા-મુંબઇના સૌજન્યથી જૈન આશ્રમના 130 જેટલા અંતેવાસીઓને અડદિયા અને ફરસાણનું વિતરણ કરાયું હતું. પ્રારંભે સ્તવન અને ધાર્મિક પ્રશ્નોત્તરી કાર્યક્રમ યોજાયો હતો. આ સેવાકાર્યમાં પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઇ શાહ, નિપમભાઇ ગાંધી, પ્રદીપભાઇ દોશી, જયેશભાઇ ચંદુરા, શાલિનીબેન ચંદુરા, શાંતિલાલભાઇ મોતા અને સી.સી. જોષી વિ. જોડાયા હતા. અનસૂયાબેન શાહ, સરોજબેન બીજલાણી, રમણીકભાઇ સલાટ, જૈન આશ્રમના અનિલભાઇ ટાંક, લક્ષ્મીબેન સાવલા સહયોગી રહ્યા હોવાનું હિરેનભાઇ દોશીએ એક યાદીમાં જણાવ્યું હતું. આ પ્રસંગે ભુજથી ભરતભાઇ દોશી, છાયાબેન દોશી, જયકુમાર દોશી, મૈત્રી દોશી, મુંબઇથી નિપાબેન દિલીપભાઇ મહેતા, વિધિ મહેતા વિ. ઉપસ્થિત રહીને  સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer