શહીદોના માનમાં કાલે ભુજ બંધ

ભુજ, તા. 16 : જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે થયેલા આતંકવાદી હુમલામાં દેશના  વીર જવાન શહીદ થયા  તેના વિરોધમાં સોમવારે સ્વયંભૂ ભુજ બંધનું એલાન અપાયું છે. ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન તેમજ શહેરના તમામ એસોસિયેશને આ હિચકારા આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી દેશના અમર જવાનોને શ્રદ્ધાસુમન અર્પવા તા. 18/2ના સ્વયંભૂ ભુજ બંધ રાખવા એલાન અપાયું છે. શહેરની તમામ સંસ્થાઓ દ્વારા દુકાનો, ઓફિસો, હોટલ, શાકભાજી લારીઓ તથા તમામ પ્રકારની વેપારી કાર્યવાહી સ્વયંભૂ બંધ રાખી દેશભાવના વ્યક્ત કરવા ચેમ્બર તરફથી પ્રમુખ અનિલ ગોર, મંત્રી ઝવેરીલાલ ઠક્કર અને ઉપપ્રમુખ મેહુલ ઠક્કરે અપીલ કરી છે. ઉપરાંત દરેક એસો.એ યથાશક્તિ ફંડ એકત્રિત કરી સરકાર દ્વારા જે વેબસાઇટ શરૂ થવાની છે તેમાં હતભાગી પરિવારના બેંક એકાઉન્ટ નંબર અપાશે તેમાં જમા કરવા અનુરોધ કર્યો છે. સોમવારે ભુજના પેટ્રોલ પંપ બપોરે 2થી 4 અને ઇન્ડિયન મેડિકલ એસો. સવારે 9થી 11 બંધ રહેશે તેવું યાદીમાં ઉમેરાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer