મનોરોગી બાળકોની સમસ્યાઓના સમાધાન અંગે મુંદરામાં માર્ગદર્શન

મુંદરા, તા. 16 : અહીંની રોટીર કલબ હંમશાં મુંદરા તથા આસપાસના લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ છે. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય હોવાથી તેમના માનસિક આરોગ્યની સલામતી અને સાવચેતી રાખવાના ભાગરૂપે અત્રેની ગીતા હોસ્પિટલ ખાતે એક દિવસીય પૂર્ણકાલીન વર્કશોપનું આયોજન ઓટિઝમ તથા બાળ મનોરોગો ધરાવતા બાળકો તથા તેમના માતા-પિતા માટે કરવામાં આવ્યું હતું. 98 જેટલા બાળકોના માતા-પિતા કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં રિસોર્સ પર્સન તરીકે મનોવૈજ્ઞાનિક ગૌરાંગ જોશી તથા ગીતા હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડો. શુભમ મહેશ્વરી રહ્યા હતા. ઓટિઝમ, મનોરોગ તથા કોમ્યુનિકેશન ડીસઓર્ડર ધરાવતા બાળકોનું મેનેજમેન્ટ, તેમના વર્તનની ઓળખ તથા વર્તન નિવારણ ઉપરની દરેક બાબત પર ઉપસ્થિત માતા-પિતાના દરેક પ્રશ્નના સમાધાન વિશે માહિતગાર કર્યા હતા. રોટરીના પ્રમુખ પરેશભાઈ પાલન, મંત્રી મહાવીરસિંહ ઝાલા, પ્રોજેક્ટ ચેરમેન અતુલ પંડયા, આસિસ્ટન્ટ ગવર્નર દિલીપ ગોર, મનોજ તન્ના, શિવરાજ બારોટ વગેરે સભ્યો સહયોગી બન્યા હતા. ઉપસ્થિત માતા-પિતા પાસેથી પ્રતિભાવ લેતાં તેમને આ આયોજનને બિરદાવ્યું હતું તથા આગામી સમયમાં આવા વર્કશોપ યોજાય તેવી રજૂઆત કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer