કોટડા (ખાવડા)માં પાણીની લાઈનમાં ગેરકાયદે જોડાણ દૂર કરાવો

કોટડા(ખાવડા) (તા. ભુજ), તા. 16 : કોટડા (ખાવડા) ગ્રામ પંચાયતમાં બે મોટા ટાંકા બનાવાયા છે. એમાં ગ્રામ પંચાયતના અગ્રેસર સત્તાનો દુરુપયોગ કરી પાણીની લાઈનમાં ગેરકાયદે જોડાણ આપી પાણીનો દુરુપયોગ કરતા હોવાથી ઉન્નડવાસ સુધી પાણી પહોંચતું ન હોવાથી ગેરકાયદે જોડાણ દૂર કરવા નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અગ્રસચિવને રહેવાસીઓએ રજૂઆત કરી હતી. સમા મુકીમ તૈયબ, સમા ઈશાક હાસમ, ગની શકુર, મુસા હાસમ, અમિન તૈયબે રજૂઆત કરી હતી કે આ બાબતે ગ્રામસભામાં અને તંત્રને જાણ કરવા છતાં કાર્યવાહી કરાતી ન હોવાથી પાણી વિના પશુઓનો નિભાવ ન થતાં કેટલાક માલધારી હિજરત પણ કરી  ગયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer