સઈની એ અનાથ બાળકીને અંતે અદાલતમાં ન્યાય મળ્યો

ગાંધીધામ, તા. 16 : રાપર તાલુકાના સઈ ગામમાં બાળકી ઉપર બળાત્કાર ગુજારી હત્યા નિપજાવનારા આરોપીને આજે અંજારની કોર્ટે ફટકારેલી ફાંસીની સજાના ચુકાદાને ભોગ બનનાર બાળકીના સંબંધીઓએ આવકાર્યો હતો હતભાગી બાળકી રમીલા ઉપરથી માતાપિતાની છત્રછાયા કુદરતે છીનવી લીધી હતી. આ અનાથ બાળકીની દૂરના સંબંધી એવા ફરિયાદી માવજી ભાટેસરા સારસંભાળ રાખતા હતા. આ ચુકાદા અંગે સંતોષ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, અનાથ બાળકીને યોગ્ય ન્યાય મળ્યો છે અને તેના આત્માને શાંતિ મળશે. અંજાર કોર્ટના આ ચુકાદાથી સમાજમાં હત્યા-બળાત્કાર જેવી ઘટનાઓ ઉપર અંકુશ આવશે તેવો વિશ્વાસ જાગૃતોએઁ વ્યક્ત કર્યો હતો. વર્ષ 2012માં આ બનાવના રાપર તાલુકા સહિત જિલ્લાભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. વિવિધ સમાજ સંગઠનોએ આ બનાવને સખત શબ્દોમાં વખોડ્યો હતો અને આરોપીને કડક સજાની માંગ કરી હતી. બનાવ બાદ ગામમાં પાંખી પાળવામાં આવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer