પાણી, ઘાસચારો, રોજગારી, શિક્ષણ, આરોગ્ય સહિતના મુદે કાલે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠક

ભુજ, તા. 16 : કચ્છ જિલ્લામાં અછતની ભયંકર પરિસ્થિતિ વચ્ચે પીવાનું પાણી, ઘાસચારો, રોજગારી, આરોગ્ય, શિક્ષણ સહિતના વિવિધ મુદે તા. 18ના સોમવારે સાંજે 4 કલાકે અહીંના રોટરી હોલ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક યોજાશે. જિલ્લામાં અછતની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ભાજપ સરકારનું વહીવટી તંત્ર સદંતર નિષ્ફળ નીવડયું છે, તેમ પ્રજાહિતમાં કોઇ નક્કર કામગીરી થતી નથી તેવા સંજોગોમાં જિલ્લા વ્યાપી પ્રશ્નોને વાચા આપવા તથા કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત કરવાના ઉદેશથી જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરાયું છે, જેમાં લોકસભા પ્રભારી ખુરશીદ સૈયદ, જિલ્લા પ્રભારીઓ હીરાભાઇ જાંટવા, પ્રવીણભાઇ મારુ (ગઢડા)ના ધારાસભ્ય તેમજ જિલ્લાના હોદેદારો, પ્રદેશ સમિતિના હોદ્દારો, પૂર્વ સાંસદો, ધારાસભ્યો વગેરે ઉપસ્થિત રહેશે તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવકતા ગની કુંભારની યાદીમાં જણાવાયું છે.ઐ 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer