આજે આદિપુરમાં સિંધી લોક-વારસો, લોકસાહિત્ય સેમિનાર

આદિપુર, તા. 16 : વિશ્વ સિંધી સેવા સંગમ (ગાંધીધામ) તથા ગુજરાત સિંધી સાહિત્ય અકાદમી (ગાંધીનગર)ના સંયુક્ત ઉપક્રમે આ નગરની ડો. ગજવાણી નર્સિંગ કોલેજ ખાતે તા. 17-2ના `સિંધી લોકવારસો તથા લોકસાહિત્ય' વિશે સેમિનાર યોજાશે. આ સેમિનાર સિંધી સર્જક નારાયણ ભારતીને સમર્પિત કરાયો છે. વિ. સિં. સે. સંગમના સ્થાપક અધ્યક્ષ ગોપાલ સાજનાણી (મુંબઇ) મુખ્ય મહેમાનપદેથી ઉદ્ઘાટન કરશે, જેમને નરેશ બૂલચંદાણી (આદિપુર, વિ. સિં. સે. સં.ના આંતરરાષ્ટ્રીય ડાયરેક્ટર) સાથ આપશે. અમદાવાદના ડો. જેઠો લાલવાણી ચાવીરૂપ વક્તવ્ય આપશે તથા હીરુ ઇસરાણી, રોશની રોહડા, રીતુ ભાટિયા અને જગદીશ શહદાદપુરી સંશોધનપત્રોનું વાંચન કરશે. આ પ્રસંગે અંજના હઝારી, તુલસી આનંદાણી, પ્રેમ લાલવાણી, કુમાર રામચંદાણી, જ્ઞાન કાંજાણી, સતીશ રોહડા, પ્રીતમ વરિયાણી અતિથિવિશેષપદ સંભાળશે. સેમિનારનો પ્રારંભ સવારે 11 વાગ્યે થશે તથા સાંજે 6-30 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer