ટી-20માં કુલદીપ કારકિર્દીના શ્રેષ્ઠ બીજા ક્રમાંકે

ટી-20માં કુલદીપ કારકિર્દીના શ્રેષ્ઠ બીજા ક્રમાંકે
નવી દિલ્હી, તા.11: ટીમ ઇન્ડિયાનો ચાઇનામેન બોલર કુલદીપ યાદવ ટી-20 ક્રિકેટમાં તેના સર્વશ્રેષ્ઠ ક્રમાંક નંબર ટૂ પર પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડ સામે માત્ર એક જ ટી-20 મેચ રમનાર કુલદીપે બે વિકેટ લીધી હતી. આથી આઇસીસી ટી-20 બોલિંગ ક્રમાંકમાં કુલદીપ એક સ્થાનના ફાયદાથી બીજા સ્થાને આવી ગયો છે. હવે તેના કુલ 728 પોઇન્ટ છે. તેણે પાકિસ્તાનના શાદાબ ખાનને પાછળ રાખીને બીજું સ્થાન મેળવ્યું છે. ટી-20 બોલિંગ ક્રમાંકમાં અફઘાનિસ્તાનનો રાશિદ ખાન પહેલા સ્થાને ટકી રહયો છે. તેના નામે 793 પોઇન્ટ છે. જે બીજા નંબર પરના કુલદીપથી 6પ વધુ છે. બીજી તરફ કુણાલ પંડયા ટી-20 બોલિંગ ક્રમાંકમાં 39 સ્થાનના ફાયદાથી પ8મા ક્રમ પર આવી ગયો છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેના 3 મેચમાં 4 વિકેટ લીધી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer