વાગડમાં યુવાનને ઝાડ સાથે બાંધી માર મારનારાની પોલીસ દ્વારા અટક

ગાંધીધામ, તા. 11 : વાગડ પંથકમાં એક યુવાનને થાંભલા સાથે બાંધી કડિયાળી લાકડી વડે એક શખ્સ માર મારતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મોડી સાંજે માર મારનારો શખ્સ ઝડપાયો હતો અને પોલીસે તેની સામે ચેપ્ટર કેસ નોંધ્યો હતો. વાગડ પંથકનાં કોઇ છેવાડાના ગામમાં વીજ થાંભલા સાથે એક યુવાનને રસ્સીથી બાંધી એક શખ્સ તેને કડિયાળી લાકડી વડે માર મારતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. થાંભલા સાથે બંધાયેલા આ યુવાને શું કર્યું હશે જેથી તેને બાંધીને ઢોરમાર-મારવામાં આવ્યો હતો ? આ યુવાન કોણ છે ? અને તેને મારનાર કોણ છે ? તે માટે પોલીસનો સંપર્ક કરતાં આવી કોઇ જ ફરિયાદ ચોપડે ન ચડી હોવાથી આ અંગે વધુ વિગતો બહાર  આવી શકી નહોતી, તો અન્ય એક  વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં સીમ વિસ્તારમાં એક યુવાન અને યુવતીને અમુક લોકોએ પકડી પાડયા હોવાનું જણાય છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer