ગાંધીધામમાં 4 વેપારી પેઢી પાસેથી રૂા. 2.17 કરોડ જીએસટીની વસૂલાત

રાજકોટ, તા. 11 : ગાંધીધામમાં વેરો અને પત્રક નિયમિત ભરતી ન હોય તેવી 4 વેપારી પેઢી પર રાજ્ય સરકારના ગુડસ એન્ડ સર્વિસીસ ટેક્સ વિભાગ-11ની ટીમના અધિકારીઓ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરાઇ હતી, જેમાં 2.17 કરોડની વસૂલાત કરાઇ હતી. ગાંધીધામમાં જે પેઢીએ વેરો અને પત્રક નિયમિત ભર્યા ન હોય તેવી એગ્રો, સ્ટીલ અને કોમોડિટીઝની 4 વેપારી પેઢીઓ પર એસજીએસટી તંત્રની વિભાગ-11ની ટીમના અધિકારીઓ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ચારેય પેઢીઓ પાસેથી કુલ્લ રૂા. 2.17 કરોડની વસૂલાત કરાઇ હતી. આ પેઢીઓમાં કોનકન એગ્રો, મરીન ઇન્ડસ્ટ્રીઝ પાસેથી રૂા. 1,30,141, આર્યા ઇન્ડસ્ટ્રીઝ પાસેથી 1,99,21, 109, મનવીર કોમોડિટીઝ પાસેથી 1,32,299 તથા અગ્રવાલ ટીક ઇન્ટરનેશનલ પ્રા.લિ. પાસેથી 15,22,022 મળી કુલ્લ રૂા. 2.17 કરોડની વસૂલાત કરાઇ હતી. જીએસટીનો રજિસ્ટર નંબર મેળવ્યો હોય તેવા વેપારીઓને નિયમ સમયમાં જીએસટીઆર-1 તથા 3બી પત્રકો ભરવાના હોય છે, પરંતુ આ ચાર પેઢીના સંચાલકોએ વેરો અને પત્રક ભરવામાં ચૂક કરી હોવાનું સામે આવ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer