ભુજના હસ્તકલાકર્મીને કાલે દિલ્હીમાં સન્માનિત કરાશે

ભુજના હસ્તકલાકર્મીને કાલે  દિલ્હીમાં સન્માનિત કરાશે
ભુજ, તા. 11 : હસ્તકલાના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં સક્રિયપણે સહભાગી બનતા ભુજના કરણ ભોજા મારવાડાની ચર્મકલા ક્ષેત્રે મૂલ્યવાન યોગદાન બદલ એવોર્ડ માટે પસંદગી થઈ છે, તેમનું 13મી ફેબ્રુઆરીના સન્માન કરાશે. નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારના વત્ર મંત્રાલયના માર્ગદર્શન તળે હસ્તકલાના વિકાસ કમિશનર દ્વારા ગુજરાત ભવન ખાતે કચ્છની હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે હસ્તકલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે કચ્છી કસબીને એવોર્ડની ઘોષણા કરાઈ હતી. કેન્દ્રીય વત્ર મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે બુધવારે કરણ ભોજા મારવાડાને એવોર્ડ અર્પણ કરીને સન્માનીત કરાશે. અમદાવાદની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઈન સાથે સક્રિય રહેતા કરણ મારવાડાના 2014ની પુણેમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ દરમ્યાન ગ્રીન ફેશનમાં પ્રદાન બદલ એવોર્ડ અપાશે. દિલ્હીમાં આજે પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રીની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા હસ્તકલા જાગૃતિ કાર્યક્રમનું ગુજરાતના નિવાસી કમિશનર આરતી કંવરના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer