ગરીબ-નિરાધાર વિદ્યાર્થીઓ માટે હેલ્પ ડે કચ્છ માટે અનોખો પ્રસંગ

ગરીબ-નિરાધાર વિદ્યાર્થીઓ માટે  હેલ્પ ડે કચ્છ માટે અનોખો પ્રસંગ
ભુજ, તા. 11 : સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છ દ્વારા ગરીબ-નિરાધાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ વિતરણ અને વિદ્યાર્થી માર્ગદર્શન શિબિરનો કાર્યક્રમ ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ભુજ ખાતે યોજાયો હતો. જેમાં 155 છાત્ર-છાત્રાને કિટ અપાઈ હતી. પ્રારંભે સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમાભાઈ રાયમા, ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા અને કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી ડો. બી.એન. પ્રજાપતિના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. શ્રી ચાવડાએ જણાવ્યું કે, કોલેજના દિવસોમાં વિદ્યાર્થીઓ રોઝ ડે, ચોકલેટ ડે, ફ્રેન્ડશિપ ડે વિ. જેવા દિવસો ઉજવતા હોય છે. પણ એસ.યુ.કે.ના વિદ્યાર્થી કાર્યકર્તાઓએ ગરીબ-નિરાધાર વિદ્યાર્થીઓ માટે હેલ્પ ડે ઉજવ્યો છે. જે કચ્છનો અનેરો પ્રસંગ છે. શ્રી છેડાએ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી રાયમાએ આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું, ડો. પ્રજાપતિએ વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં ઓફ્રેડ હાઈસ્કૂલના આચાર્ય શ્રી વાઘેલાએ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કચ્છ એનએસએસના કો-ઓર્ડિનેટર શ્રી જાડેજા, મામદભાઈ આગરિયા, દીપકભાઈ ડાંગર, સલીમભાઈ રાયમા તથા સ્વયંસેવકો અને સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.મીત ગોસ્વામી, નઝીર રાયમા તથા ટીમ સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છના કાર્યકર્તાઓએ આયોજન સંભાળ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer