ભુજ ઇન્દિરાબાઇ કન્યા વિદ્યાલયની બાળાનું રાષ્ટ્રીય સ્તરે સન્માન

ભુજ ઇન્દિરાબાઇ કન્યા  વિદ્યાલયની બાળાનું  રાષ્ટ્રીય સ્તરે સન્માન
ભુજ, તા. 11 : પેટ્રોલિયમ મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજિત `સેવ ફયુલ ફોર બેટર એનવાયરમેન્ટ' વિષય પર આધારિત નિબંધ સ્પર્ધામાં ઇન્દિરાબાઇ કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં અભ્યાસ કરતી પ્રિયાંશી કાંતિલાલ બાંભણિયાએ ગુજરાતી ભાષા વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો જે બદલ ભારત સરકારના પ્રેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના હસ્તે નવી દિલ્હી ખાતે શિલ્ડ, પ્રમાણપત્ર, લેપટોપ એનાયત કરાયા હતા. સાથે જૂન મહિનામાં સિંગાપોરનું પેકેજ પણ અપાયું હતું. આ તકે શાળાના શિક્ષિકા અલકાબેન દવેએ માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે આચાર્ય મયૂરભાઇ ભાનુશાલી સંપૂર્ણ પ્રતિયોગીતામાં સહભાગી બન્યા હતા. શાળાની બાળકીની વિશેષ સિદ્ધિને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર, બી.આર.સી. કો. હરિભા સોઢા અને ટી.પી.ઇ.ઓ. મહેશભાઇ પરમારએ બિરદાવી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer