સકારાત્મક વ્યક્તિત્વ જ સફળતાની ચાવી

સકારાત્મક વ્યક્તિત્વ જ સફળતાની ચાવી
મુંબઇ, તા. 11 : વી-કેર ફાઉન્ડેશન અને શ્યામજી નાનજી મારવાડી સ્મારક ટ્રસ્ટ-મુંબઇના ઉપક્રમે ગુજરાતના લેખક અને મોટિવેશનલ સ્પીકર ડો. ભાણજી એચ. સોમૈયાનો સેમિનાર મુંબઇમાં યોજાઇ ગયો. સકારાત્મક વ્યક્તિત્વ સંપૂર્ણ સફળતાની ચાવી વિષય પર યોજાયેલા સેમિનારના અધ્યક્ષ પદે એ. ડી. માણેક રહ્યા હતા. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હર્ષદભાઇ મારવાડી, ભરતભાઇ મારવાડી, કિશોરભાઇ મારવાડી, એમ.ઇ.એસ. એમ્પ્લોઇઝ યુનિયનના નેતા સત્યનારાયણજી, એમ.ઇ.એસ. એમ્પ્લોઇઝ યુનિયનના પ્રમુખ સૂરવેજી. ગુજરાત સરકાર દ્વારા સાવિત્રીબાઇ ફુલે એવોર્ડ વિજેતા શોભનાબેન સોમૈયા, મુંબઇ મેઘવાળ સમાજના મોભી જયસિંઘભાઇ પડાયા અને દેવરાજસિંઘ અતિથિવિશેષ તરીકે રહ્યા હતા. વી-કેર ફાઉન્ડેશન, સાઉથ મુંબઇ અને શ્યામજી નાનજી મારવાડી સ્મારક ટ્રસ્ટ મુંબઇ વતી સમાજસેવક કિશોરભાઇ મારવાડીએ અતિથિઓનો પરિચય આપ્યો હતો. ડો. ભાણજી સોમૈયા લિખિત પુસ્તક હકારાત્મક વ્યક્તિત્વ સફળતાની ચાવીનું વિમોચન કેપ્ટન માણેકે કર્યું હતું. પ્રારંભમાં એમ.ઇ.એસ. યુનિયનના રાષ્ટ્રીય પદાધિકારીઓ સત્યનારાયણજી અને સૂરવેજીએ ડો. ભાણજી સોમૈયાને એમ.ઇ.એસ. યુનિયન આર્મી વિભાગનું ગૌરવ ગણાવ્યા હતા. અપેક્ષા ભાણજીભાઇ સોમૈયા, હર્ષદભાઇ મારવાડી અને જયસિંઘભાઇ પડાયાએ પ્રાંસગિક પ્રવચન કર્યું હતું. જીવનમાં શીલ, સમાધિ અને પ્રજ્ઞાના સહારે તેમજ દ્રષ્ટિ, સંકલ્પ અને મનની શક્તિ દ્વારા કોઇ પણ મનુષ્ય ઇચ્છે તે બની શકે છે અથવા ઇચ્છે તે પ્રાપ્ત કરી શકે છે. આવા વિચારો ડો. સોમૈયાએ સેમિનારમાં વ્યક્ત કર્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી બોલતાં કેપ્ટન માણેકે જણાવ્યું હતું કે, ડો. સોમૈયાનું આ અત્યંત પ્રેરક પુસ્તક છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer