ભોજાય સર્વોદય ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞનો 116 દર્દીઓએ લાભ લીધો : 66 ઓપરેશનો થયાં

ભોજાય (તા. માંડવી), તા. 11 : ભોજાય સર્વોદય ટ્રસ્ટ સંચાલિત રતનવીર આંખની હોસ્પિટલમાં શનિવારે મોતિયા, ઝામર, વેલના દર્દીઓ માટે તપાસ, નિદાન, ઓપરેશન અર્થે નેત્રયજ્ઞ યોજવામાં આવ્યો હતો. રતનવીર આંખના સર્જન ડો. યજુર્વેદસિંહ રાઠોડ અને ડો. સૌમિલ પરીખે 116 દર્દીઓની તપાસણી કરી હતી, જે પૈકી ઓપરેશન યોગ્ય 66 દર્દીઓનાં મોતિયા અને વેલનાં ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલના સ્ટાફ સતીશ ગોર, સુનીલ ભાટી, દિનેશ પરમાર, નવીન મહેશ્વરી, સાગર મહેશ્વરી, સુશીલ ચૌધરી અને આરિફ લુહારે ઓપરેશન થિયેટરની જવાબદારી સંભાળી હતી. ધર્મેન્દ્ર પાસી, ગુનીરામ, વાસુદેવ ચૌધરીએ ફાર્માસિસ્ટ, લેબ. ટેક્. ઈત્યાદિની જવાબદારી સંભાળી હતી. નરેન્દ્ર ગોસ્વામી, નિરંજન સાવલા, ભરત ગાલાએ વોર્ડની વ્યવસ્થા સંભાળી હતી. આસપાર કાનજી અને હીરબાઈ મહેશ્વરી અન્ય રીતે મદદનીશ હતા. આ નેત્રયજ્ઞ માટેનું અનુદાન ગામ વિંઢનાં કસ્તૂરબેન કે.ટી. શાહ-હસ્તે રાહુલભાઈ તરફથી પ્રાપ્ત થયું હતું. રતનવીર હોસ્પિટલમાં આંખના દર્દીઓની તપાસણી સોમવારથી શનિવાર સવારે 9 થી 12 દરમ્યાન થાય છે અને સોમવારથી શુક્રવાર દરમ્યાન મોતિયા, ઝામર, વેલનાં ઓપરેશનો ફેકો પદ્ધતિથી, ટાંકા વગરના, દેશી, ફોરેન, ફોલ્ડેબલ, મલ્ટિફોલ્ડેબલ, ટોરિક ઈત્યાદિ તમામ પ્રકારના નેત્રમણિ દ્વારા રાહતના દરે કરવામાં આવે છે, તદુપરાંત પ્રત્યેક મહિનાના છેલ્લા રવિવારે આંખના પડદા રોગ માટે શિબિરનું આયોજન કરવામાં આવે છે.