મુંબઇ સ્થિત જીવદયાપ્રેમી દાતા તરફથી નખત્રાણા તાલુકામાં દુકાળ પીડિત ગાયોને ચારો અપાયો

મુંબઇ સ્થિત જીવદયાપ્રેમી દાતા તરફથી    નખત્રાણા તાલુકામાં દુકાળ પીડિત ગાયોને ચારો અપાયો
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 12 : દુકાળના કપરા દિવસોમાં કચ્છ તથા કચ્છના માલધારીઓ દિવસ ગુજારી રહ્યા છે. ત્યારે દેશાવર વસતા કચ્છીઓ પોતાના માદરે વતનના દુ:ખમાં સહભાગી બની રહ્યા છે. મૂળ કચ્છના માંડવી તાલુકાના શિરવા હાલે મુંબઇ વસતા ભચીબાઇ સુંદરજી ભદ્રા મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન અને બિલ્ડર એવા ચેતનભાઇ ભાનુશાલીને કચ્છ પ્રત્યે અનહદ લગાવ છે. નવરાત્રિ વખતે કચ્છમાં જ્યાં ઘાસચારાની વિકટ પરિસ્થિતિ રહે છે તે વિસ્તારનો પ્રવાસ કરી માલધારીઓની દુકાળની પીડાને પહોંચી વળવા અને માલધારીઓના મૂંગા પશુઓ માટે જરૂર પડે પડખે રહેવાની ખાતરી આપી હતી. ચેતનભાઇએ જ્યારે જ્યારે કચ્છમાં ક્યાંય વેચાતો ચારો ન મળે ત્યારે પાંચ ગાડી સૂકો ચારો આપવાની સાથે જ્યાં જ્યાં અતિ જરૂરત હશે ત્યાં માંગ અનુસાર ઘાસ વિતરણ કરાશે તેવું જણાવ્યું હતું. નાગવીરી, ઘડાની, અરલ નાની, બિબ્બર, ભાડરા-આશાપરના ગામડાંમાં જરૂરતમંદોને ઘાસ વિતરણ કર્યું હતું. કચ્છના આ સેવાના કાર્યોની વ્યવસ્થા વરજાંગભાઇ ગઢવી (લાયજા)ની આગેવાની હેઠળ નાગવીરી સરંપચ વિમળાબેન સંજોટ, મૂળજીભાઇ સંજોટ, ચંદુભાઇ પટેલ, ઉપસરપંચ નોડે જાકબ, ઘડાનીમાં સરપંચ ડાઇબેન મેઘજી, ઉપસરપંચ ગોવિંદભાઇ પટેલ, નોતિયાર ઇસ્માઇલ, ગુસાઇ ભગવાનપુરી, અરલનાનીમાં વિજયરાજસિંહ જાડેજા, સામતભાઇ આહીર (માજી સરપંચ) ખીમાજી જાડેજા, બિબરમાં સરપંચ હમીરજી જાડેજા, ગજુભા જાડેજા, મહેશ મારાજ, ભાડરામાં વેસલજી દાદા તેમજ આશાપર વગેરે ગામોમાં ટ્રક ભરીને માલધારીઓને સૂકાચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer