પશ્ચિમ કચ્છમાં સારી હોસ્પિટલની જરૂર હતી

પશ્ચિમ કચ્છમાં સારી હોસ્પિટલની જરૂર હતી
નખત્રાણા, તા. 11 : નખત્રાણા ખાતે નવજાત શિશુને લગતા તમામ રોગોનું પરીક્ષણ-નિદાન-સારવાર માટેની તમામ સવલતો ધરાવતી આધુનિક હોસ્પિટલનું ઉદ્ઘાટન રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઇ આહીરના હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ મંત્રીએ વક્તવ્યમાં કહ્યું હતું કે, પશ્ચિમ કચ્છમાં શરૂ થતી બાળકો માટેની આ હોસ્પિટલમાં અદ્યતન સાધનો સાથે અનુભવી ડોક્ટરની સેવા મળશે ત્યારે ડોક્ટરોએ પોતાના આર્થિક હિતોને જોયા વગર ગરીબ દર્દીઓમાં પરમાત્માનાં દર્શન કરી સેવા કરવાની સાથે નિષ્ઠાપૂર્વક આર્થિક ઉપાર્જનમાં ભરપૂર બરકત હોય છે. ઉપરાંત દેશમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો પણ છેવાડાના માણસો સુધી તેમજ ગરીબમાં ગરીબ દર્દીઓ સુધી આરોગ્યસેવા મળે તે માટે આયુષ્માન યોજના અમલમાં મૂકી છે તેમ જણાવી માતૃસ્પર્શ હોસ્પિટલ પરિવારના વસંતભાઇ કોડરાણીને કર્મયોગી ગણાવ્યા હતા. ઉપસ્થિત રહેલા મોરજર અખાડાના મહંત દિલીપરાજા કાપડી, પૂ. ચંદુમાએ આશીર્વચન પાઠવતાં કહ્યું કે, લોહાણા સમાજ દ્વારા ગાયોના ચારા માટે 300 જેટલી ટ્રકોની વ્યવસ્થા કરી છે તે ગૌરવની વાત છે. આયોજિત કાર્યક્રમનું સામૂહિક દીપ પ્રાગટય બાદ વસંતભાઇ કોડરાણીએ મહેમાનોને સ્મૃતિચિહ્ન આપી સન્માન સાથે સ્વાગત કર્યું હતું, તો ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. ડો. અનિલકુમાર ખત્રી, તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, સરપંચ જિજ્ઞાબેન સોની, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, કે.ડી.સી.સી.ના જયસુખભાઇ પટેલ, મહેશોજી સોઢા, વસંતભાઇ વાઘેલા, ભરતભાઇ સોમજિયાણી, સરપંચ સંગઠનના પ્રમુખ રાજુભા જાડેજા, ગોવિંદભાઇ ઠક્કર, ઓધવજીભાઇ પલણ, હેમેન્દ્રભાઇ કંસારા, કાનજી કાપડી, અશ્વિન રૂપારેલ, દિલીપ નરસીંગાણી, તાલુકા ભાજપના પ્રમુખ રાજેશ પલણ, ડો. અમૂલભાઇનું મધુસૂદન કોડરાણી, હેતલબેન કોડરાણી, નંદિશભાઇ કોડરાણી, સ્વાતિબેન ચંદે, પરેશ સાધુ, મુસ્લિમ સમાજના અમીન જત, તુરિયાભાઇ, મામદભાઇ ખત્રી, બ્રિજેશ પલણ, નીલેશ પલણ, સંદીપ પલણ, પ્રાગજીભાઇ અનમ, અનિલ જોબનપુત્રા, કંચનબેન પલણ, મૂળજીભાઇ બારૂએ સન્માન કર્યું હતું. સંચાલન નીતિન ઠક્કરે કર્યું હતું. દરમ્યાન, રેંકડી-કેબિન એસોસિયેશનના પ્રમુખ રાજેશભાઇ જોષીએ રાજ્યમંત્રીનું સન્માન કર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer