કોઠારા પ્રા.આ.કે.ના તબીબ પર વહીવટી કામનું ભારણ

કોઠારા (તા. અબડાસા), તા. 11 :?આ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ 22 જેટલા ગામોનો સમાવેશ?છે પરંતુ હાલમાં આ કેન્દ્રના તબીબને તાલુકા હેલ્થ ઓફિસર તરીકેની બઢતી મળતાં વારંવાર મિટિંગો તથા તાલુકાની વહીવટી જવાબદારી હોવાથી દર્દીઓ હેરાન થાય છે. આ અંગે ડો. એસ.કે. સિન્હાએ કહ્યું કે, હાલમાં તાવ, શરદી, ઉધરસના દર્દીઓમાં વધારો થયો છે જ્યારે આ જાન્યુઆરી મહિનામાં ચાર જેટલા સિઝનલ ફ્લુના કેસો પણ આવ્યા છે જેમાં જખૌ, ભાનાડા, સાંધાણ, વાંકુ જેવા ગામનો સમાવેશ થાય છે. આ માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે તથા આ ગામોમાં ઉકાળા કરી પીવડાવામાં આવે છે. તબીબ વહીવટી કામગીરીમાં રોકાતાં દર્દીઓ ખાસ કરીને ખુઅડા, સાંધવ, વાડી વિસ્તાર, લાલા વિસ્તારમાં બેસતા બોગસ તબીબો પાસે જાય છે. મોટર સાઇકલોથી દોડી વાડીઓમાં સેવા આપતા `મુન્નાભાઇ' કદી કોઇનો ભોગ લેશે. કોઠારામાં મેલેરિયા વર્કર કોણ છે ? એ લોકોને ખ્યાલ નથી. એમના પર આવતી કામગીરી જેવી કે ઘરોઘર જઇ સર્વે, દવા છંટકાવ, લોહીની સ્લાઇડો બનાવી વગેરે જવાબદારી તથા લોકોને મળી તેમને મળતા સરકારી લાભોની જાણકારી આપવી, આવી કોઇપણ કામગીરી નથી થતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer