રાપરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ચાલતું કૌભાંડ

રાપર, તા. 11 : રાપરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ ચાલતું હોવાની મુખ્ય અધિકારીને સામાજિક અગ્રણીએ ફરિયાદ કરી હતી. રાપર નગરપાલિકાના સરકારી એજન્ટ તરીકે કામ કરનારા બે કર્મચારીની નામજોગ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, તેમની મિલીભગતથી રૂા. 10,000ની ચોક્કસ રકમ લઈ આવાસ લાભાર્થીના લાગવગ- વાળાનાં મકાન પાસ કરવામાં આવે છે. રાપરના એક ધારાશાત્રી પાસે કામ અપાવી પ્રતિ લાભાર્થીના રૂા. 150 લેવામાં આવે છે. સાંજના ધારાશાત્રીની ઓફિસે કમિશન લેવા જાય છે, જેના પ્રૂફ પણ હોવાનો આક્ષેપ કર્યો હતો. નગરપાલિકાના બે કર્મચારીએ પોતાનાં મકાન પાસ કરાવેલાં છે, મિલકતો ધરાવે છે, છતાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભ લીધેલો છે, જેની ઈન્કમટેક્સ વિભાગમાં પણ અરજી કરાઈ હોવાનું ઉમેર્યું હતું.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer