રાપરમાં એક મકાનમાં ચાલતી જુગાર ક્લબ પર પડયો દરોડો

ગાંધીધામ, તા. 11 : રાપરના સમાવાસ વિસ્તારમાં આવેલા એક મકાનમાં આંગણાની ઓરડીમાં પોલીસે છાપો મારી એક મહિલા સહિત 6 જણની જુગાર રમતાં ધરપકડ કરી હતી. પત્તાં ટીચતા આ શખ્સો પાસેથી રૂા. 22,450ની માલમતા હસ્તગત કરાઈ હતી. રાપરના સમાવાસમાં રહેનાર રફીક સુલેમાન સિપાઈ નામનો ઈસમ બહારથી ખેલીઓ બોલાવી ઘરના આંગણામાં આવેલી ઓસરીમાં જુગારનો અખાડો ચલાવતો હતો. દરમ્યાન આજે બપોરે પોલીસે પૂર્વ બાતમીના આધારે રાપરમાં ચાલતી જુગાર આ ઈસમના ઘરે છાપો મારી ગંજીપાના વડે જુગાર ખેલતા રફીક સિપાઈ સાથે દેવજી લખમણ મુછડિયા, રમેશ ખીમા મૂછડિયા, હુસેન અલારખ્ખા મીર, ગુલામ અલારખ્ખા મીર અને હનીફાબેન સલીમ સિપાઈની ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 15,250 અને 4 મોબાઈલ એમ કુલ રૂા. 22,450ની માલમતા જપ્ત કરવામાં આવી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer