આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામતના પ્રમાણપત્રો મેળવવા સંદર્ભે માપદંડો જાહેર કરાયા

ભુજ, તા. 11 : આર્થિક રીતે નબળા વર્ગો માટે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ અને સરકારી નોકરી માટે 10 ટકા અનામત આપવાનું રાજ્ય સરકારે જણાવેલું છે. રાજ્ય સરકાર માટે અનામત અંગેનું પ્રમાણપત્ર મેળવવા જઝ/જઈ/ઘઇઈ વર્ગોમાં આવરી ન લેવાઇ હોય તેવી જાતિઓ પૈકીના આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામતનું પ્રમાણપત્ર અપાશે. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જે.એ. બારોટે એક અખબારી યાદી દ્વારા રાજ્ય સરકાર માટે અનામતનું પ્રમાણપત્ર આપવા તેમજ ભારત સરકાર માટે અનામતનું પ્રમાણપત્ર મેળવવાના માપદંડો જારી કર્યા છે. આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામતના લાભ લેવા ઈચ્છુક અરજદારના કુટુંબના બધા સ્રોતમાંથી મળીને કુલ વાર્ષિક આવક રૂા. 8,00,000 (અંકે રૂપિયા આઠ લાખ) કરતાં ઓછી આવક હોય તેવી વ્યક્તિઓ/ ઉમેદવારોને અનામતનો લાભ મળવાપાત્ર રહેશે. કુટુંબની વ્યાખ્યામાં જે વ્યક્તિ અનામતનો લાભ લેવા ઈચ્છે તે પોતે, તેના/તેણીના માતા-પિતા અને તેમના 18 વર્ષની નાની વયના બાળકો એટલે અરજદારના ભાઇ કે બહેનનો સમાવેશ થશે. અનામતનો લાભ લેવા ઈચ્છતા અરજદારની પત્ની અથવા તેણીનો પતિ અને તેમના 18 વર્ષથી નીચેના ઉમરના બાળકોનો સમાવેશ કરવાનો રહેશે. આવકમાં કુટુંબમાં બધા સ્રોત જેવા કે પગાર, કૃષિ, ધંધો, વ્યવસાય વગેરેનો સમાવેશ કરવાનો રહેશે. ઉમેદવાર જે વર્ષમાં અનામતનો લાભ લેવા ઈચ્છતો હોય તેના આગળના નાણાકીય વર્ષની ઉપરોકત તમામ સભ્યોની સંયુકત અને બધા સ્રોતમાંથી ઊભી થતી આવક ગણતરીમાં લેવાની રહેશે. પ્રમાણપત્ર આપવા માટેના સક્ષમ અધિકારીઓમાં કલેકટર, અધિક કલેકટર, નાયબ કલેકટર, મામલતદાર (ફકત તાલુકાના મુખ્ય મથક માટે), તાલુકા વિકાસ અધિકારી, (ફકત તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે), જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) (ફકત જિલ્લાના મુખ્ય મથક માટે) પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારે પરિશિષ્ટ-ક મુજબ અરજી તથા અરજી સાથેના રજૂ કરવાના પુરાવાઓ, આધારો તથા સોગંદનામું સંબંધિત અધિકારીને રજૂ કરવાના રહેશે. પ્રમાણપત્ર અંગ્રેજીમાં પરિશિષ્ટ-ખ અને ગુજરાતીમાં પરિશિષ્ટ-ગ મુજબના નમૂનામાં આપવાનું રહેશે. તેવી જ રીતે આર્થિક રીતે નબળા વર્ગો માટે શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ અને સરકારી નોકરી માટે 10 ટકા અનામત આપવાનું ભારત સરકારે જણાવ્યું છે. ભારત સરકાર માટે અનામત અંગેનું પ્રમાણપત્ર મેળવવા જઝ/જઈ/ઘઇઈમાં આવરી ન લેવાઇ હોય તેવી જાતિઓ પૈકીના આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામતનું પ્રમાણપત્ર મેળવવા આવક અને મિલકતોના માપંદડોમાં કુટુંબના તમામ સભ્યોની સંયુકત અને બધા સ્રોતમાંથી આગળના નાણાકીય વર્ષની આવક રૂા. 8,00,000થી ઓછી હોવી જોઇએ. કુટુંબની ખેતીની જમીન 5 એકરથી ઓછી હોવી જોઇએ. રહેણાકના મકાનનું બાંધકામ 1000 ચોરસ ફૂટથી ઓછું હોવું જોઇએ. નગરપાલિકા વિસ્તારમાં રહેણાક માટેનો પ્લોટ 100 ચોરસ યાર્ડથી ઓછો હોવો જોઇએ. નગરપાલિકા સિવાયના વિસ્તારમાં રહેણાક માટેનો પ્લોટ 200 ચોરસ યાર્ડથી ઓછો હોવો જોઇએ. મિલકતોમાં અરજદાર/કુટુંબ અલગ-અલગ જગ્યાએ અને અલગ-અલગ શહેર/ગ્રામ્યમાં મિલકતો ધારણ કરતાં હશે તો તેમની મિલકતો ઉપરના માપદંડમાં ગણવામાં આવશે. કુટુંબની વ્યાખ્યામાં જે વ્યક્તિ અનામતનો લાભ લેવા ઈચ્છે તો પોતે, તેના/તેણીના માતા-પિતા 18 વર્ષની નાની ઉંમરના ભાઇ-બહેન, પત્ની અથવા તેણીનો પતિ અને તેમના 18 વર્ષથી નીચેના ઉંમરના બાળકોનો સમાવેશ કરવાનો રહેશે. આર્થિક રીતે નબળા વર્ગો (ઊઠજત) માટે આવક અને મિલકતનું પ્રમાણપત્ર આપવા સક્ષમ અધિકારીઓમાં કલેકટર, નાયબ કલેકટર, મામલતદાર પ્રમાણપત્ર અંગ્રેજીમાં એનેક્ષર-1 મુજબના નમૂનામાં આપવાનું રહેશે તેમ શ્રી બારોટે વધુમાં જણાવ્યું છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer