નલિયામાં જાહેરમાં જુગાર રમતા ચાર જણ ઝડપાયા

ગાંધીધામ, તા. 11 : અબડાસાના મુખ્યમથક નલિયામાં જાહેરમાં જુગાર ખેલતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડયા હતા જ્યારે એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. નલિયાના તત્ત્વભાવના આશ્રમ નજીક આવેલી બાવળની ઝાડીમાં અમુક તત્ત્વો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં છાપો માર્યો હતો. પોલીસના આ દરોડા દરમ્યાન મનીષ કરશનગર રાજગોર, સલીમ આમદ ભજીર, નરેશ ખમુ મહેશ્વરી અને રમેશ મીઠુ કોળી નામના શખ્સો ઝડપાઇ ગયા હતા જ્યારે ઇમરાન સાલેમામદ સરકી નામનો ઇસમ નાસી જવામાં સફળ રહ્યો હતો. ધાણીપાસાનો જુગાર રમતા અને પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 7300 તથા એક બાઇક એમ કુલ્લ રૂા. 27,300ની મતા હસ્તગત કરવામાં આવી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer