ગાંધીધામમાં નજીવી બાબતે યુવાન ઉપર પંચથી હુમલો
ગાંધીધામ, તા. 11 : શહેરના નવી સુંદરપુરીમાં દાંડિયારાસ દરમ્યાન આંખો કાઢવા બાબતે ત્રણ શખ્સોએ એક યુવાન ઉપર પંચ વડે હુમલો કર્યો હતો. શહેરના મહેશ્વરીનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનાર નીતિન ગોપાલ ભર્યા નામનો યુવાન ગઇકાલે રાત્રે નવી સુંદરપુરી વિસ્તારના ગણેશ મંદિર પાસે હતો. સાઉન્ડનો વ્યવસાય કરનારો આ યુવાન દાંડિયારાસમાં હતો ત્યારે જિગર રાયશી માતંગ નામના શખ્સે તેની સામે આંખો કાઢી જોતાં આ યુવાને આંખો ન કાઢવા કહ્યું હતું. દરમ્યાન, આ જિગર, વિશાલ પ્રેમજી કોટિયા, ભરત રામજી કોટિયા નામના શખ્સો નીતિનને બાજુએ લઇ જઇ તેના ઉપર પંચ વડે માથામાં ઇજાઓ પહોંચાડી નાસી ગયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.