ગાંધીધામ સંકુલમાં નાણાંની રોકડ હેરફેર વખતે તકેદારી રાખવા પોલીસની અપીલ

ગાંધીધામ, તા. 11 : આદિપુરમાં રૂા. 34 લાખના લૂંટના બનાવમાં આરોપીઓ પકડાયા બાદ પોલીસે લોકો અને નાણાકીય વ્યવહાર કરતી સંસ્થાઓને નાણાંની હેરફેર કરતી વેળા તકેદારી રાખી જાગૃત રહેવા અપીલ કરી છે. કોઇપણ સંસ્થાએ નાણાકીય વ્યવહાર સમયે એક વ્યક્તિ સાથે રોકડ ન આપી બે કે તેથી વધુ માણસોને નાણાકીય વ્યવહાર માટે મોકલવા, નાણાં વ્યવહાર સંબંધની માહિતી કે પરિવહન સમયે કોઇ અજાણ્યા ઇસમની હાજરીમાં ચર્ચા કરવી નહીં તેમજ અજાણ્યા શંકાસ્પદ લાગતા ઇસમોનું ચોક્કસ નિરીક્ષણ કરી બાદમાં જ નીકળવું એ.ટી.એમ.માં નાણાંનું લોડિંગ-અનલોડિંગ કરતી વેળાએ રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકાનું પાલન કરવું. રોકડ નાણાકીય વ્યવહાર અને ત્યાં સુધી ચાર ચક્રિય વાહનમાં જ કરવો, બેંકમાં પૈસા જમા કરાવતી વખતે કે કાઢીને બહાર આવતી વખતે બેંકની બહાર આસપાસ અજાણ્યા ઇસમોથી સાવચેત રહેવું. પૈસા કઢાવવા કે જમા કરાવવા જનાર વ્યક્તિનો ઇતિહાસ ચોક્કસ જાણી બાદમાં જ તેને વ્યવહાર માટે મોકલવો તેમજ રોજિંદા નાણાકીય વ્યવહારનો રૂટ, સમય બને ત્યાં સુધી અલગ અલગ રાખવો તેવી અપીલ પોલીસે લોકોને કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer