સાઈકલોત્સવને પગલે ઠંડી સવારમાં ગરમાવો

ભુજ, તા. 10 : કડકડતી ઠંડીમાં ભુજમાં યોજાયેલા સાઈકલોત્સવને પગલે ગરમાહટ આવી હતી. 7થી 70 વર્ષના 600થી વધુ સાઈકલપ્રેમીઓ જ્યારે અલગ અલગ માર્ગ પર નીકળ્યા ત્યારે તેને નિહાળવા ભુજ પણ જાગી ગયું હતું. ભુજ બાઇસિકલ ક્લબ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ભુજ તેમજ કચ્છમાં સાઈકલ અંગે જાગૃતિ આવે તે માટે અનેક ઇવેન્ટ કરતું આવ્યું છે. જેના પરિણામ સ્વરૂપે લોકોમાં સાઈકલ પ્રત્યે જાગૃતિ વધી છે. દિન-પ્રતિદિન સાઈકલપ્રેમીઓ પણ વધતા જાય છે અને લોકો હવે ઉત્સાહપૂર્વક સાઈકલ ચલાવી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે. આજે ભુજ બાઇસિકલ ક્લબ તેમજ કચ્છમિત્રના પ્રચાર સહયોગ સાથે યોજાયેલા સાઈકલોત્સવ 2019માં 600થી વધુ સાઈકલિસ્ટો કાતિલ ઠંડીની પરવા કર્યા વિના હોંશભેર જોડાયા હતા. 11 કિ.મી. સાઈક્લિંગમાં 275, 25 કિ.મી.માં 197 તેમજ 50 કિ.મી.માં 131થી વધુએ ભાગ લીધો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ હતી. ક્લબ તરફથી ડો. અભિનવ કોટક, ડો. દેવાનંદ પરમાર, જિજ્ઞેશ શાહ, જમીર ચોથાણી, ડો. કમલ ધોળકિયા, પશ્ચિમ કચ્છ પોલીસ સ્ટાફ?વિ.એ સાઈકલોત્સવને સ્ટાર્ટ આપ્યો હતો. કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડ તથા મેનેજર શૈલેષભાઇ કંસારાએ શુભેચ્છા પાઠવી હતી. નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, ઉપપ્રમુખ ડો. રામ ગઢવી, પશ્ચિમ કચ્છ એસ.પી. શ્રી ભરાડા, ટ્રાફિક પોલીસ પી.આઇ. શ્રી જાડેજા, પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ ભુજ બુલેટ ગ્રુપ વતી મયૂરસિંહ જાડેજા, કૃપાલસિંહ ઝાલા, ચિરાગ ભટ્ટ, જીતુ લાલચંદાણી, અજિત લાલચંદાણી, આનંદ સોની, નિમેષ સોની, અમિત ઠક્કર, કેયૂર ઠક્કર, નિશાંત ઠક્કર વિ.એ રસ્તા પરની ટ્રાફિક વ્યવસ્થામાં સેવા બજાવી હતી. ડો. ભાવેન શાહ, ડો. ક્રિપાલસિંહ જાડેજા, જિજ્ઞેશ જેઠવા (જે.જે.), વૈભવ મહેતા, વત્સલ સોની, શૈલેન્દ્ર રાવલ, ફોરમ શાહ, અમિત શાહ, અમર શાહ, ડો. તુષાર વેગડ વિ.એ જહેમત ઉઠાવી હતી. કોવઇનગરના મિડ પોઇન્ટ ઉપર ભવાની કોમ્પ્યુટરની ટીમના ભાવેશ ભટ્ટી અને વસીમ સુમરા, ખત્રી તળાવ પર સમીર વ્યાસ અને ટીમ તેમજ દહીંસરા માર્ગે નિમેષ રાઠી, નૈષધ રાઠી, દીપક ત્રિવેદી, હેમેન ફુરિયાની ટીમે સહયોગ આપ્યો હતો. ક્લબ દ્વારા સપોર્ટ વાહનની પણ વ્યવસ્થા કરાઈ હતી. જેમાં આશાપુરા સાઈકલ સર્વિસના મિલન ધામેચાએ સેવા આપી હતી. ફોરમ શાહ (દીપક ચા) દ્વારા સાઈકલીસ્ટોને ચા-કોફીની સેવા પૂરી પડાઇ હતી. સાઈકલીસ્ટોએ ટારગેટ ટાઉન હોલ પર પૂર્ણ કરી મેડલ મેળવી સેલ્ફી પોઇન્ટમાં ફોટા પડાવવાની મજા લીધી હતી. ટાઉન હોલ પર એલઇડી ક્રીન પણ મુકાઇ હતી.