આદિપુરમાં લાભાર્થીઓને વસ્ત્ર વિતરણ કરાયું

આદિપુરમાં લાભાર્થીઓને વસ્ત્ર વિતરણ કરાયું
આદિપુર, તા. 19 : અહીંની સામાજિક સંસ્થા દ્વારા જરૂરતમંદોને 500થી વધુ નવા-જૂના વત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી અન્ન નિગમના કર્મીઓ પણ સહાયભૂત થયા હતા.છેલ્લા થોડા મહિનાઓથી દર માસના પ્રથમ/તૃતીય શનિવારે મળતા અન્ન નિગમના નિવૃત્ત કર્મીઓએ સમાજને કશુંક આપવું જોઈએ, એવી વિચારણાના અંતે સતીશ ધોળકિયાના પ્રસ્તાવ મુજબ ઘરમાં પડેલા જૂના/નવા, ગરમ વિ. વધારાના કપડાઓને જરૂરતમંદોને આપવાનો નિર્ણય કર્યો હતો. જે સંદેશ અશોક સોમપુરાના નેતૃત્વ હેઠળના વોટ્સએપ ગ્રુપમાં પણ મૂક્યો હતો. આ કાર્યવાહી નગરના નવજ્યોતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને તે સંસ્થાના અધ્યક્ષા ડો. અંજુરાનીએ આવકાર્યો હતો.નિગમના કર્મીઓ અને ટ્રસ્ટના સભ્યો દ્વારા એકત્ર થયેલા 500 કપડાંનું વિતરણ રેલવે લાઈન પાછળની ઝૂંપડપટ્ટીમાં કરાયું હતું. જેની સાથે પતંગ, નાસ્તો, મમરાના લાડુ, બિસ્કિટ વિ. પણ સામેલ હતા. આ કામગીરીમાં નિગમના સતીશ ધોળકિયા, પ્રદીપ જોશી, નિર્મલસિંહ જાડેજા, ટ્રસ્ટના મંત્રી જય મલિક, સક્રિય સભ્યો મહેન્દ્ર યાદવ, મીના નેભનાની, રાધા વ્યાસ, નીરૂ મલિક, પિન્કી વાધવાણી, રાહુલ મજુમદાર, વંદના ઠક્કર, ચંદન ઝા, રાજેન્દ્ર રાઠોડ તથા અન્યો જોડાયા હતા. નિગમના ડી.જી. ભટ્ટ, નવીન દરજી, ઈન્દ્રવદન પંચાલ, વી.કે. જોશી, એન.આર. ઠાકર તથા અન્યો સહાયભૂત થયા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer