ઓસી ઓપન : સેરેના, જોકોવિચની આગેકૂચ

મેલબોર્ન, તા. 19 : ઓસ્ટ્રેલિયન ઓપનમાં સેરેના વિલિયમ્સ અને નોવાક જોકોવિચ પ્રિ- ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા છે.  સેરેનાએ પ7મી ક્રમાંકિત યાત્રેમસ્કાને 6-2, 6-1થી હાર આપી હતી. હવે તેનો મુકાબલો સિમોના હાલેપ સામે થશે. હાલેપે વિનસ વિલિયમ્સને 6-2, 6-3થી પરાજય આપ્યો હતો. રસપ્રદ વાત એ છે કે સેરેનાએ 1999માં પોતાનો પહેલો ખિતાબ જીત્યો ત્યારે તેની હરીફ યાત્રેમસ્કાનો જન્મ પણ થયો નહોતો. જોકોવિચે કેનેડાના ડેનિસ શાપોવાલોવ સામે 6-3, 6-4, 4-6, 6-0થી જીત મેળવી હતી. એક સેટ ગુમાવવાથી જોકોવિચ નારાજ હતો અને કૃત્રિમ રોશનીને લીધે તેની એકાગ્રતા ભંગ થઈ હતી. બીજી બાજુ, ગાર્બાઈન મુગુરુઝાએ સ્વિટ્ઝર્લેન્ડની ટિમિયા બાસિનસ્કીને 7-6 (7-પ), 6-2થી હાર આપી હતી. નાઓમી ઓસાકાએ તાઈવાનની સી સુ વેઈને 7-પ, 4-6 અને 6-1થી હાર આપી હતી. આ ઉપરાંત જાપાનના કાઈ નિશિકોરી અને કેનેડાના મિલોસ રાઓનિચે પણ ઓસ્ટ્રેલિયન ઓપનની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી. નિશિકોરીએ પોર્ટુગલના જોઆઓ સોઉસાને સીધા સેટમાં 7-6, 6-1, 6-2થી પરાજિત કર્યો હતો, જ્યારે રાઓનિચે ફ્રાન્સના પિયરે હ્યુઝ હર્બર્ટને પણ સીધા સેટમાં 6-4, 5-4, 7-6 (8-6)થી માત કર્યો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer