વિદ્યાર્થિનીઓ માટે સ્વાસ્થ્ય સમજણ અંતર્ગત યોજાયેલો સેમિનાર

અંજાર, તા. 19 : અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે શાળાકક્ષાએ 10થી 14 વર્ષની વિદ્યાર્થિનીઓ માટે શારીરિક સ્વાસ્થ્ય, આરોગ્ય અને કિશોરાવસ્થા પર થતા પ્રશ્નો તથા મૂંઝવણો અંગે ડો. શાંતાબેન હોંગલનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. વૂમન સેલના ચેરમેન મોનિકાબેન શર્માની આગેવાની હેઠળ વિદ્યાર્થિનીઓને આ શાળા કક્ષાએ તેમની મૂંઝવણના ઉકેલ મળે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થિનીઓને ઉદ્ભવતા પ્રશ્નો જેવા કે માસિક શરૂ થવાની ચોક્કસ ઉંમર કઇ છે ? આ માસિક શરૂ થવાની પહેલાંના કોઇ?ચોક્કસ ચિહ્નો છે કે નહીં ? તેમજ તે સમયમાં કઇ કઇ?કાળજી રાખવી તેમજ હાલમાં ઉપયોગમાં લેવાતા બજારમાં મળતા સેનેટરી પેડ, ટેમ્યુન્સ વિશે પણ ખ્યાલ આપ્યો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ પોતાને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મેળવ્યો હતો. એટલું જ નહીં વિદ્યાર્થિનીઓએ પોતાની સાથે હંમેશાં સેનેટરી પેડ કેવી રીતે રાખવો તેનો નિકાલ કેવી રીતે કરવો તેમજ આ અંગેના રૂઢિચુસ્ત રિવાજો જેવા કે દરિયામાં ન જવું, ખાટું ન ખાવું, પ્રસંગોમાં ન જવું, કોઇને અડવું નહીં વિ. જેવા ખ્યાલો વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું. 10થી 14 વર્ષની?ઉંમરની વિદ્યાર્થિનીઓએ કેવો ખોરાક ખાવો જોઇએ તેમજ દરરોજ એક ફ્રૂટ ફરજિયાત લેવું. કેલ્શિયમ અને આયર્ન માટે દૂધ?અને રાગી જેવા પૌષ્ટિક આહારનો સમાવેશ કરવો તેવો ડો. હોંગલે ભાર મૂક્યો હતો. પ્રમુખ ચંદ્રકાંત પલણ, મંત્રી પ્રફુલ્લ પંડયા, ટ્રસ્ટી કિરણ?શાહ તેમજ વૂમન સેલના સભ્યો દીપા કેશકવાની, આરતી ઠક્કર, સુષ્મા દવે તથા હેતલ પટેલ અને અંકિતા પંડયાએ સહયોગ આપ્યો હતો. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer