ભુજની સંસ્કાર ઇન્સ્ટિટયૂટમાં આજથી બે દિવસીય દશાબ્દી મહોત્સવ

ભુજ, તા. 19 : આગામી બે દિવસ તા. 20 તથા 21 જાન્યુ.ના અહીંની સંસ્કાર ઇન્સ્ટિટયૂટ ખાતે બે દિવસીય દશાબ્દી મહોત્સવ યોજાશે. આ મહોત્સવના ભાગરૂપે તા. 20ના સવારે પૂર્વ વિદ્યાર્થીઓ માટે સંમેલન યોજાશે જેમાં સંસ્થાના અંદાજિત 500 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓ ભાગ લેશે. બપોરે 4 વાગ્યાથી વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિકોત્સવ યોજાશે. જેમાં અંદાજિત 150 જેટલા વિદ્યાર્થીઓ વિવિધ કૃતિઓ રજૂ કરશે. તા. 21ના રાજ્યભરના યુવાનોના હુન્નર અને કૌશલ્યને બહાર લાવવા દર વર્ષની જેમ આ વર્ષે પણ `આયાન'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર વિશેષ?ઉપસ્થિત રહેશે. આ વર્ષે રાજ્યકક્ષાના `આયાન' મહોત્સવમાં ગુજરાતની ખ્યાતનામ યુનિવર્સિટી `પારૂલ યુનિવર્સિટી' પણ આ મહોત્સવની કો-સ્પોન્સર તરીકે જોડાઇ છે. ટેકનિકલ, મેનેજમેન્ટ અને જનરલ એમ ત્રણ કેટેગરીમાં અંદાજે 16 જેટલી સ્પર્ધાનું આયોજન?`આયાન' અંતર્ગત થતું હોય છે. આ સાથે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જ વિવિધ સ્ટોલ ગોઠવીને ટ્રેડ-ફેર જેવી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ટેલેન્ટ-હન્ટ તથા ફેશન?શો જેવી સ્પર્ધા પણ યોજાશે તેવું સંસ્થાના ડિરેક્ટર ચિંતન મોરબિયા તથા આચાર્ય ધીરજ સોલંકીએ જણાવ્યું છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer