રતનાલમાં આહીર પ્રીમિયર લીગનો આરંભ

રતનાલમાં આહીર પ્રીમિયર લીગનો આરંભ
રતનાલ (તા. અંજાર), તા. 15 : રતનાલ સ્પોર્ટસ એન્ડ ચેરિટેબલ આયોજિત આહીર પ્રીમિયર લીગ-6નો આરંભ થયો હતો. સંત વલ્લભદાસ સ્ટેડીયમ રતનાલ ખાતે અંજાર સચ્ચિનાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. આ પ્રસંગે આદિપુર પી.એસ.આઇ. વિમલ ડાંગરે જણાવ્યું હતું કે, આહીર સમાજના યુવાનો આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરે. ત્યારબાદ અંજાર સી.પી.આઇ. શ્રી રાઠોડે શુભેચ્છા આપી હતી. ત્રિકમદાસજીએ જણાવ્યું હતું કે, રતનાલ જેવા સ્ટેડીયમ કચ્છમાં એકથી બે જ છે. ભવિષ્યમાં અહીં રણજી ટ્રોફી રમાય. પ્રારંભે ત્રિકમ આહીરની ટીમ ગુરુકૃપા ઇલેવન અને મોગલ ટીમ માધાપર વચ્ચેની પ્રથમ મેચનો ત્રિકમદાસજીએ ટોસ ઉછાળ્યો હતો. આ પ્રસંગે ભગવાનદાસજી મહારાજ, દિલીપ મહારાજ, ભુજના પી.એસ.આઇ. શ્રી ગાગલ, શ્રી હડિયા, રતનાલ સ્પોર્ટસ કલબના ત્રિકમ વાસણભાઇ આહીર, બલદેવપુરી અમરપુરી ગોસ્વામી (પ્રમુખ શિવ સોશિયલ ગ્રુપ અંજાર), કાના જીવા આહીર, રામજી ડાંગર, ભરત વરચંદ, એ.પી.એલ. ચેરમેન નંદલાલ સેહવાગ, રાધેશ્યામ આહીર, નારણ આહીર વગેરે હાજર રહ્યા હતા. કોમેન્ટ્રી રણછોડ આહીર તેમજ સંચાલન રણછોડ વાસણભાઇ આહીર (પૂર્વ સરપંચ રતનાલ) દ્વારા કરાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer