કચ્છની હસ્તકળાના પ્રચાર-પ્રસારમાં કોઇ કચાશ નહીં રાખવામાં આવે

કચ્છની હસ્તકળાના પ્રચાર-પ્રસારમાં  કોઇ કચાશ નહીં રાખવામાં આવે
ભુજ, તા. 15 : ભારત સરકારના વત્ર મંત્રાલય દ્વારા અહીં ભુજ હાટ ખાતે તા. 15થી 18 દરમ્યાન હસ્તકળા નિદર્શનનું આયોજન કરાયું છે, જેનું આજે અહીં ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે સત્તાવાળાઓએ હસ્તકળાના પ્રચાર પ્રસારમાં કોઇ કચાશ નહીં રખાય તેવી ખાતરી આપી હતી. આજે અહીં ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભુજ સુધરાઇ પ્રમુખ લતાબેન સોલંકી, ડે. કલેક્ટર સિદ્ધાર્થ ગઢવી, સહાયક નિર્દેશક રવિવીર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રમુખ લતાબેને કહ્યું હતું કે, આવા જીવંત પ્રદર્શનથી ગ્રાહકોમાં કલા પ્રત્યે વિશ્વાસ વધે છે. તેમણે રૂા. એક લાખના હસ્તકળાના નમૂનાનું નિર્માણ કરવાની શીખ આપી હતી. ડે. કલેક્ટરે હસ્તકળાને કચ્છની ઓળખ લેખાવી હતી જ્યારે ભુજના એલ.ડી.એમ. સંજય સિંહાએ મુદ્રા યોજનાની જાણકારી આપી હતી અને લોન સંબંધી સમસ્યાઓનું નિરાકરણ કર્યું હતું. માહિતી પ્રસારણ મંત્રાલયના જનસંપર્ક અધિકારી કમલેશ માહેશ્વરીએ કહ્યું હતું કે, હસ્તકળાના પ્રચાર-પ્રસારમાં કોઇ કચાશ રખાશે નહીં. ડી.આર.ડી.એ.ના સચિનભાઇએ પણ સ્વસહાય જૂથના સંચાલનની માહિતી આપી હતી. સહાયક નિર્દેશક રવિવીર ચૌધરીએ વિભાગની વિવિધ યોજનાઓ પૈકી ઓળખકાર્ડ, ટોલ ફ્રી નંબર, ઇગ્નોઉ વિશે વિગતો આપી હતી. આ પ્રસંગે `િશલ્પગુરુ' એવોર્ડ વિજેતા મો. અલી મોહંમદ ખત્રી, ગાભુભાઇ વણકર, મેઘજીભાઇ વણકર, અલીભાઇ ઓસમાણ ખત્રી, રાધાબેન રાઠોડ, મો. ખત્રી, બેચરભાઇ વણકર, લાછુબેન, દાદુજી સોઢા, એન.એફ.આઇ.ટી.ના ડિઝાઇનર નીતિશ, અધિકારી મનોજભાઇ, શેખર શર્મા વિગેરે હાજર રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer