ભાઉ, ચિરાગ પટેલ અને મનીષા વિશે ઊંડાણથી તપાસની માગણી

મુંબઇ, તા. 15 : કચ્છ ભાજપના નેતા જયંતીભાઇ ભાનુશાલીની હત્યાના મામલામાં સુરજિત ભાઉ, ચિરાગ પટેલ અને મનીષા ગોસ્વામીની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે કચ્છ લડાયક મંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઇ છે. ગુજરાતના પોલીસ મહાનિર્દેશક તથા સી.આઇ.ડી. ક્રાઇમના મહાનિર્દેશકને આ મામલે વિગતવારનો પત્ર લખી મંચના અધ્યક્ષ રમેશભાઇ જોશીએ આ રજૂઆત કરી હતી. નવેમ્બર-2018માં શ્રી ભાનુશાલી સાથે વિષ્ણુધામ મંદિરે દર્શન કરવા આવ્યા હતા ત્યારે એકાંતમાં તેમની સાથે થયેલી વાતચીતને ટાંકીને તેમણે આ સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવા માગણી કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer