નાગલપરમાં માતાએ ઠપકો આપતાં યુવતીએ ફાંસો ખાધો

ભુજ, તા. 15 : માંડવી તાલુકાના નાગલપર ગામે માતાએ કોઇ બાબતે ઠપકો આપતાં લાગી આવવાના કારણે 18 વર્ષની વયની તૃપ્તિ હીરાલાલ લાબડિયાએ ગળેફાંસો ખાઇ મોતનો માર્ગ અપનાવી લેતાં અરેરાટી વ્યાપી છે. પોલીસના જણાવ્યા મુજબ આજે સવારે અગિયારેક વાગ્યાના સુમારે મરનાર હતભાગીએ તેના ઘરમાં આ અંતિમ પગલું ભરી લીધું હતું. આ પછી બનાવ વિશે માંડવી પોલીસને જાણ કરાઇ હતી. પ્રાથમિક તપાસમાં માતા દ્વારા ઠપકો અપાતાં આ ઘટના બની હોવાનું સપાટી ઉપર આવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer