બાઇકની ચોરી કરનારો યુવાન નખત્રાણા પોલીસે ઝડપ્યો

બાઇકની ચોરી કરનારો યુવાન   નખત્રાણા પોલીસે ઝડપ્યો
ભુજ, તા. 15 : નખત્રાણા ખાતે રૂા. 30 હજારની કિંમતની બાઇક ચોરનારા માંડવી તાલુકાના નવાવાસ ગામના નીતિન બાબુ કોળી નામના યુવકને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ, નખત્રાણામાં શ્રીનાથ કોમ્પ્લેક્સ ખાતેથી ગઇકાલે સવારે જી.જે. 12 સી.ક્યુ. 3247 નંબરની નખત્રાણાના મોસુણા ગામના દિનેશ રાજાભાઇ રબારીની બાઇક ચોરાઇ હતી. બનાવની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક પગલાં લઇ આરોપીને પકડી પાડ્યો હતો. સહાયક ફોજદાર હીરાસિંહ રાઠોડ અને કોન્સ્ટેબલ મેહુલ જોશી આ કાર્યવાહીમાં જોડાયા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer