હદપાર થવા છતાં ભચાઉનો શખ્સ ઘરે આવતાં અટક

ગાંધીધામ, તા. 15 : ભચાઉના હિંમતપુરા વિસ્તારનો એક ઇસમ તેના વિરુદ્ધ હદપારીનો હુકમ હોવા છતાં પરત ઘરે આવતાં પોલીસે તેને પકડી પાડી તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ભચાઉમાં રહેનાર શબ્બીર- ઉર્ફે શબલો ઉમર-ઉર્ફે બબીડો ભટ્ટી નામના ઇસમ વિરુદ્ધ 2017માં હદપારીનો હુકમ કરાયો હતો. કચ્છ અને મોરબી જિલ્લામાંથી આ ઇસમનો તડીપારનો હુકમ થયો હતો, છતાં ગત તા. 13-1ના સાંજે તે પોતાના ઘરે દેખાતાં પોલીસે તેની અટક કરી લીધી હતી. તેના વિરુદ્ધ અલાયદો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer