સીમાદળના કોન્ટ્રેક્ટના નામે 1.27 કરોડ ધૂતનારો સૂત્રધાર દબોચાયો

સીમાદળના કોન્ટ્રેક્ટના નામે 1.27 કરોડ ધૂતનારો સૂત્રધાર દબોચાયો
ભુજ, તા. 12 : સીમા સુરક્ષા દળના વિવિધ કોન્ટ્રેક્ટ અપાવી દેવાના નામે અનેક જણને નાણાકીય ચૂનો લગાડીને રૂા. 1.27 કરોડની રકમની ઠગાઇ કરવાના માનકૂવા પોલીસ મથકમાં નોંધાયેલા ભારે ચકચારી મામલામાં ભાગેડુ સૂત્રધાર આરોપી મૂળ હટડી (મુંદરા)ના અને હાલે મિરજાપર (ભુજ) ખાતે ભોલેનાથ પેટ્રોલપંપ સામે રઘુરાજનગરમાં રહેતા હિતેશ વેલજીભાઇ પરમારને અંતે પોલીસે પકડી પાડ્યો હતો. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ, ગત તા. 1/10/2018ના આ મામલામાં સુખપર (ભુજ)ના ગોપાલ ગાંગજી વરસાણીએ ફરિયાદ લખાવી હતી. આરોપી અને તેના સાગરીતોએ સીમાદળના વિવિધ કોન્ટ્રેક્ટ અપાવી દેવાની વાત કરી વિશ્વાસ ઊભો કરીને જુદા-જુદા લોકો પાસેથી રૂા. 1.27 કરોડની ઠગાઇ કરી હોવાનું બહાર આવ્યું હતું. દરમ્યાન, આ પ્રકરણના ભાગેડુ આરોપી હિતેશ પરમાર વિશે બાતમી મળ્યા બાદ માનકૂવાના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. ચંપાવત તથા સ્ટાફના સભ્યોએ આજે તેને પકડી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પી.આઇ. સાથે સ્ટાફના મયૂર ચૌધરી, મનવીર આહીર, નીલેશ ચૌધરી, નવીન જોશી વગેરે જોડાયા હતા. આરોપીને અદાલત સમક્ષ રિમાન્ડની માગણી સાથે પોલીસ રજૂ કરશે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer