`ધ્રબુઆ'' ડુંગરને ખોદનારાઓને અટકાવો

`ધ્રબુઆ'' ડુંગરને ખોદનારાઓને અટકાવો
ભુજ, તા. 12 : કચ્છના પ્રસિદ્ધ જ નહીં પણ પૂજનીય સિદ્ધયોગી દાદા ધોરમનાથ સાથે સંકળાયેલા ધ્રબુઆ ડુંગર પર બેફામપણે અનઅધિકૃત ધોરણે ખનિજખનન ચાલતું હોવાની મુંબઇ સ્થિત જિયાપરવાસી અગ્રણીની સીધી વડાપ્રધાન સમક્ષ થયેલી અરજીને પગલે ભારે ધમધમાટ?શરૂ?થઇ ગયો છે. દાદા ધોરમનાથે પોતાની કઠિન એવી નાથ સાધના માટે કચ્છમાં પ્રથમ જે સ્થાન પસંદ કર્યું એ ડુંગર આ યોગીની સાધના સહન ન કરી શકતાં નારાજ થયેલા યોગીએ એને શ્રાપ આપ્યો કે જા તારું નામ નહીં રહે... આજે એ નનામા ડુંગર તરીકે ઓળખાય છે. પછી યોગી જ્યાં બેઠા અને આખો પહાડ?ધ્રૂજવા લાગ્યો તેથી એ `ધ્રબુઓ' કહેવાયો અને છેલ્લે મહાત્માએ જેને કહ્યું કે `ધીરોધર' મને તપ કરવા દે એ ધીણોધર... આ ઐતિહાસિક એવા `ધ્રબુઆ' ડુંગરમાંથી મોટાપાયે ખનિજખનન શરૂ?થયું હોવાનું મૂળ જિયાપર નિવાસી ભરત રતનશી પોકારના ધ્યાને આવતાં મુંબઇમાં એસ.ઇ.ઓ. (એમ.એસ.)ની વિશિષ્ટ રાજકીય પદવી ધરાવતા શ્રી પોકારે સીધી વડાપ્રધાન સમક્ષ જ આ ખનિજચોરીની ફરિયાદ કરી હતી.શ્રી પોકારના પત્રને પગલે દિલ્હીથી ગાંધીનગર અને ગાંધીનગરથી ભુજ થઇને જિયાપર સુધી ખાણ-ખનિજ ખાતું દોડતું થયું પરંતુ ડુંગર નામશેષ અને સપાટ?અવસ્થાએ પહોંચે એ રીતે ચોરી જારી રહેતાં ફરી એક વખત આ ઐતિહાસિક ધરોહરને સાચવવા વડાપ્રધાનને પત્ર લખાયો અને જિયાપર, મંજલ તથા કુરબઇ?ગામ વતી આ કૃત્ય અટકાવવા વિનંતી કરાતાં વડાપ્રધાન કાર્યાલયે ફરી લાલઆંખ કરી છે અને હાલ ખનિજચોરોને ભાગવું પડયું છે.આ કિંમતી અને ઐતિહાસિક ડુંગરને નધણિયાતો માનીને ખનિજ ચોરનારાઓ સામે કડક હાથે કામગીરી થાય, માત્ર ચોરી અટકે એટલું કાફી નથી પણ ચૂપ રહેલા ખાણ-ખનિજ વિભાગના જવાબદારો સામે પણ આંખ આડા કાન કરવા બદલ કાર્યવાહી થાય અને ખનિજચોરોના કિંમતી ઉપકરણો જપ્ત કરાય તેવી માંગ ઊઠી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer